________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ દિવસ-જ્ઞાનાવરણીય કર્મ-પૂજા. ( ૧૧ ) બીજી ચંદન પૂજા અર્થ
દુહાનો અર્થ જ્ઞાનાવરણીય મૂળપ્રકૃતિ એકની ઉત્તરપ્રકૃતિ પાંચ છે ૧ મતિજ્ઞાનાવરણીય, ૨ શ્રુતજ્ઞાનાવરણીય, ૩ અવધિજ્ઞાનાવર@ય, ૪ મન:પર્યવજ્ઞાનાવરણીય, ૫ કેવળજ્ઞાનાવરણીય. મોહનીયકર્મ ક્ષપકશ્રેણિ માંડ્યા અગાઉ પણ ઉપશમ ભાવ પામે છે, પરંતુ આ કર્મ ક્ષપકશ્રેણિની આંચ લાગ્યા અગાઉ–તેની અસર થયા વિના શમતું નથી અર્થાત્ તેને ઉપશમ થતું નથી ક્ષય જ થાય છે. ૧. તે કારણથી તે ક્ષપકપણાની વિધિ સાધ્ય કરવા માટે સિદ્ધ ભગવંતને હૃદયમાં ધારણ કરીને, કેસર ઘોળીને તે વડે અરિહંતની અંગપૂજા કરો. ૨
બીજી ઢાળનો અર્થ બીજી ચંદનની પૂજા તેની સાથે કેસર ઘોળ કરીને કરે–તેનાવડે પ્રભુના ચરણકમળને પૂજે. બાહ્ય રંગની ગવેષણ કરવાથી અત્યંતર પણ ચેળ મજીઠને રંગ છે એમ: જણાય છે. કર્તા કહે છે કે-“હે ભવ્યજને ! પ્રભુને પૂજે, આનંદ રસના કલ્લોલવડે તેમની પૂજા કરે.” ૧.
આ પહેલા કર્મની પહેલી પ્રકૃતિ મતિજ્ઞાનાવરણીય નામની છે. તેના બંધના ત્રણ ભંગ છે.... તે પ્રકૃતિને ક્ષયે પશમ થવાથી મતિજ્ઞાનરૂપ ગુણ ઉત્પન્ન થાય છે. તેના ૨૮ પ્રકાર છે તે મૃતનિશ્રિત મતિજ્ઞાનના છે અને ઔત્પાતિકી વિગેરે એક મેહનીય કર્મને જ ઉપશમ થાય છે, બીજા સાત કર્મોને થતા નથી.
x પ્રવાહથી અનાદિ અનંત ( અભવ્ય આશ્રી), પ્રવાહથી અનાદિ સાંત (ભવ્ય આશ્રી), સાદિ સાંત (પૃથફ પૃથફ બંધ આશ્રી–આ ત્રણ ભંગ સંભવે છે.
--
For Private and Personal Use Only