________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ )
ચોસઠ પ્રકારી પૂજા–સાથે
ચાર પ્રકારની બુદ્ધિરૂપ ચાર પ્રકાર અમૃતનિશ્રિત મતિજ્ઞાનના છે. ૨. એ ૨૮ ભેદના બહુ, અબહુ બહુવિધ, અબહુવિધ વિગેરે બાર-બાર ભેદ થાય છે, તેથી તે પ્રમાણે ગુણતાં ૩૩૬ ભેદ થાય, તેમાં ૪ પ્રકારની બુદ્ધિ મેળવતાં ૩૬૦ ભેદ થાય છે. તે ભેદે પૂજનિક એવા શ્રી વિશેષાવશ્યકમાં તેમ જ શ્રી નંદીસૂત્રમાં કહેલા છે. ૩. એ મતિજ્ઞાનાવરણીય પ્રકૃતિ ધ્રુવબંધી હોવાથી જ્યાં સુધી તેના બંધહેતુ હોય ત્યાં સુધી તેના બળવડે તે કાયમ બંધાયા જ કરે છે. તે પ્રકૃતિ જ્યારે જીવ ક્ષપકશ્રેણિ માંડે છે ત્યારે જ ટળે છે–ત્યારે જ તેને બંધ અટકે છે. ૪. જેમ રેહાએ પિતાના બુદ્ધિબળથી રાજાને રીઝવ્યો હતે તેમ મારે પણ સાંઈને–પરમાત્માને રીઝવવાના છે, કે જેમના રીઝવાથીશ્રી શુભવીરને આશ્રય મળવાથી કર્મરૂપી બલાને-પીડાને નાશ થાય અર્થાત, મતિજ્ઞાનાવરણ નષ્ટ થાય. ૫.
મતિજ્ઞાન પાંચ ઇંદ્ધિ ને મનવડે થાય છે. તેના અવગ્રહ, ઈહા, અપાય ને ધારણુ–એવા ચાર પ્રકાર છે. અવગ્રહ બે પ્રકારે છે. વ્યંજનાવગ્રહ ને, અર્થાવગ્રહ. ચક્ષુબેંદ્રિય ને મનને વ્યંજનાવગ્રહ થતો નથી, અર્થાવગ્રહ જ થાય છે, તેથી વ્યંજનાવગ્રહના ચાર ઇંદ્રિયરૂપ ચાર પ્રકાર અને અથવગ્રહ, ઈહિા, અપાય ને ધારણુના પાંચ ઇંદ્રિય ને મન–એમ છ સાથે ગુણતાં ચોવીશ પ્રકાર-કુલ ૨૮ ભેદ થાય છે.
ત્પાતિકી, વૈયિકી, કામણકી અને પરિણામિકી–એ બુદ્ધિના ચાર પ્રકાર મેળવતાં ૩ર ભેદ થાય છે.
ઉપર કહેલા ૨૮ ભેદના-બહુ, અબહુ, બહુવિધ, અબહુવિધ, ક્ષિપ, અક્ષિ, નિંશ્રિત, અનિશ્રિત, સંદિગ્ધ, અસંદિગ્ધ,
+ રેહાની કથા વિસ્તારથી પાછળ આપી છે.
For Private and Personal Use Only