Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
૩૪
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર - પ્રસ્તાવના ત્રણ થાય અને ચાર થોય ક્યાં-ક્યારે કરવી તેનું મંડન કરતો અને પ્રતિક્રમણમાં એકાંતે ચાર થાય જ કરવી તેનું ખંડન કરતો પૂર્વાચાર્યોના બનાવેલ શાસ્ત્રોના આધારે ચતુર્થસ્તુતિનિર્ણયનું ખંડન કરતો ગ્રંથ બનાવો. જેને વાંચવાથી ભોળા જીવોનો ભ્રમ દૂર થશે. જિનવચનની પુનઃ સ્થાપના થતાં ઘણો જ ઉપકાર થશે. આવી શ્રી સંઘની આગ્રહભરી વિનંતી સાંભળી અને લાભનું કારણ જાણી મહારાજ શ્રી ધનવિજયજીએ એ વિષય પર ખંડન ગ્રંથ બનાવવાનો આશય બતાવી “વર્તમાનયોગ” કહ્યું.
વળી તેમણે કહ્યું કે આત્મતત્ત્વ વિચાર છોડી અન્ય વ્યાપારમાં આસક્ત થવું તે વિદ્વાનોને યુક્ત નથી કે પક્ષપાત અને વાદવિવાદમાં તત્ત્વ પ્રાપ્ત થતું નથી.
यदुक्तं श्रीमन्न्याविशारदैः श्रीयशोविजयपादैः अष्टके ॥ वादांश्च प्रतिवादांश्च, वदंतान्निश्चितांस्तथा । तत्त्वान्तं नैव गच्छन्ति तीलपीलकवद्गतौ ॥१॥
ભાવાર્થ - વાદ અને પ્રતિવાદ કરવાથી બુદ્ધિમાન પુરુષને અંતમાં નિશ્ચિત તત્ત્વ પ્રાપ્ત થતું નથી. ઘાણીનો બળદ સવારથી સાંજ સુધી ચાલે તોય ઇષ્ટ સ્થાનને પ્રાપ્ત કરી શકતો નથી. માટે બુદ્ધિમાનોએ સદા પક્ષપાત અને વાદવિવાદથી દૂર રહેવું ઉચિત છે. એનાથી તત્ત્વવાર્તાનો લાભ શીધ્ર થઈ શકે છે અને બુદ્ધિમાન થઈને જયારે પક્ષપાત અને વાદવિવાદ પડી જાય ત્યારે તત્ત્વવાર્તાની વિચારણા કરવાની યોગ્યતા ક્રિયામાં રહી જશે. માટે પૂર્વધર આદિ મહાપુરુષોના અનુયાયી એવા સજ્જન પુરુષોને પક્ષપાત અને વાદવિવાદ કરવાનું લક્ષ્ય હોતું નથી. પરંતુ પૂર્વધર અને પૂર્વાચાર્યોના વચન ખંડન કરી પોતાની મહત્તા વધારવા, દેવદ્રવ્યના ભક્ષક એવા કેટલાક રાધનપુરવાસી પુરુષોના કહેવાથી આત્મારામજીએ ચતુર્થસ્તુતિનિર્ણય ગ્રંથ બનાવી પ્રગટ કર્યો. તેમાં નિંદા-ગહ યુક્ત અનુચિત લેખ ઉપર ધ્યાન हेवाथी तो कृते प्रति कृतं कुर्य्यात्, हिंसिते प्रति हिसितं । तत्र दोषन्न પષ્ય, શ શાચં સમારેત્ | આદિ નીતિશાસ્ત્ર અનુસાર