Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
૩૨
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર - પ્રસ્તાવના પરંતુ શ્રી અંગચૂલિયા પ્રમુખ જૈનશાસ્ત્રોમાં કહ્યું છે કે ગુરુ-ગચ્છ-આચાર્ય વિના, પોતાની મેળે પદવી ધારણ કરનારા મહામિથ્યાદષ્ટિ-દુરારાધક છે. આવા પાખંડમતીઓને નજરે જોવાં પણ નહીં.
શ્રી આત્મારામજીની ગુરુપરંપરામાં અદ્યાપિ કોઈ આચાર્ય થયા નથી, તોપણ કોઈ સંયમી ગુરુ ગચ્છાચાર્ય પાસે નવી દીક્ષા (ઉપસંપદાચાર્યપદ) લીધા વિના, આચાર્યપદનો વાસક્ષેપ કરાવ્યા વિના તેમના દૃષ્ટિરાગી વાણિયાઓએ આપેલ આચાર્યપદ સ્વીકાર કરેલ છે. આ આચાર્યપદવી શાસ્ત્રીયદષ્ટિએ બિલકુલ માન્ય નથી. તેમ છતાં આત્મારામજી સ્વલિખિત “પ્રશ્નોત્તરાત્મક' ગ્રંથના પાના નંબર ૩૧૪ પર લખે છે કે “પાલીતાણામાં ચાર પ્રકારના મહાસંધના સમુદાયે આચાર્યપદ દીધેલ નામ વિજયાનંદસૂરિ અપર પ્રસિદ્ધ નામ આત્મારામ મુનિ”.
પોતાની મેળે આચાર્યપદ ધરાવી આત્મારામજીએ નરક-નિગોદના કારાગારમાં પડવાની ઇચ્છા ન કરવી જોઈએ. માટે અમે આત્મારામજીના હિત માટે તમને (શ્રાવકોને) કહીએ છીએ કે “જો આત્મારામજી ભવભીરુ હોય તો જેમ અમે જૈનશાસ્ત્રોના ન્યાયથી ત્રીજી-ચોથી પેઢીવાળા શ્રી પ્રમોદવિજયજીના ગુરુને સંયમી જાણી તથા સાધુસામાચારી તેમની પરંપરામાં સર્વથા ઉચ્છિન્ન ન થઈ તોપણ ગુર્વાજ્ઞાએ ક્રિયાવંત સંયમી ગુરુના હાથે દીક્ષા પ્રમુખ સાધુસામાચારી તથા ગુરુપરંપરાએ આવેલી આચાર્યપદવી અને તે પણ મહાસંઘ સમક્ષ અપાયેલી સૂરિપદવીના ધારક શ્રી વિજયરાજેન્દ્રસૂરિજીને સંયમી જાણી તેમની પાસે નવી દીક્ષા (ઉપસંપદ) ગ્રહણ કરી ક્રિયોદ્ધાર કર્યો છે તેમ તેમણે પણ સંયમી મુનિ પાસે ચારિત્રઉપસંપત્ યાને નવી દીક્ષા લેવી જોઈએ”.
(૧) ફરી દીક્ષા લેવાથી આત્મારામજીનું કુલિંગપણાનું કલંક ટળતાં, તેમનું અભિમાન જતું રહેશે. (૨) પોતે સાધુ નથી તોપણ અમે સાધુ છીએ એવું જ કહેવું પડે છે તે મિથ્યાભાષણ દૂષણથી બચી જશે. (૩) કોઈ ભોળા શ્રાવકો તેમને સાધુ તરીકે માને છે તે શ્રાવકોનું મિથ્યાત્વ પણ વેગળું થઈ જશે. આવા બહુ ગુણ ઉત્પન્ન થશે. માટે જો આત્મારામજી