Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
૩)
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર - પ્રસ્તાવના બહુ અડચણ પડે છે ને આગળ પાલખી ખાલી ચાલે છે તેનો શું અર્થ ? આમ, શિથિલ સાધુની ચડવણીથી તેઓશ્રીજીનું મન પણ શિથિલ પડ્યું. તેઓ વગડામાં પાલખીમાં બેસતા અને ગામ-નગર નજીક આવે ત્યાં પગથી વિહાર કરતાં. તેમના પછી દયાસૂરિજી તો ગ્રામ-નગરમાં પણ પાલખીમાં બેસવા લાગ્યા. આમ, શિથિલાચાર પ્રવૃત્તિ વધતી ગઈ.
પૂર્વે કોઈ રાજા અતિતુષ્ટમાન થઈ ગ્રામ-ખેતર-શિરપાવ આપતાં તો સાધુઓ તેનો ત્યાગ કરી તે રાજાના રાજયમાં જીવવધ આદિ હિંસા છોડાવી ધર્મપ્રભાવના કરતાં અને હવે તો સામેથી ખેવટ (પ્રસન્ન) કરાવી શિરપાવ લેવાની ઇચ્છા રાખે છે તે દુષમકાળનો દોષ સમજવો. માટે શ્રીપૂજયે તમને જે આજ્ઞા કરી તે પ્રમાણે ઉદ્યમ કરવો જોઈએ. ત્યારે શ્રી રત્નવિજયજીએ
જ્યોતિષ, મંત્રાદિના પ્રભાવથી જોધપુર અને બીકાનેરના રાજાઓને રીઝવી છડી-દુશાલા પ્રમુખ ધરણેન્દ્રસૂરિને ભેટ કરાવ્યા. ત્યારે પૂર્વ પ્રીતિ રાખી ધરણેન્દ્રસૂરિ રત્નવિજય પાસે વ્યાકરણાદિ સિદ્ધાંત, શાસ્ત્ર ભણવા લાગ્યા. એક દિવસ મર્યાદાની હિતશિક્ષા આપતાં ધરણેન્દ્રસૂરિએ માની નહીં. ત્યારે પ્રમોદવિજયજીએ પૂર્વપરંપરાએ આવેલો સૂરિમંત્ર દેઈ આહીરનગરના સંઘ સમક્ષ રત્નવિજયને આચાર્યપદવી આપી. આચાર્યપદવી બાદ રત્નવિજય રાજેન્દ્રસૂરિના નામથી પ્રખ્યાત થયા. ત્યાંના સરદારે છડી-ચામર-સુખાસનાદિ પરવાના સહિત ભક્તિ-પૂજા કરી. ત્યારપછી ત્યાંથી વંદાતાં મેવાડ દેશમાં શંભૂગઢ આવ્યા. ત્યાંથી શ્રી હેમંતસાગરજીએ ફરી પાટ ઉત્સવ કરી રાણાજીના કામેતી પાસે ભેટ પૂજા કરાવી. ત્યાંથી જાવરા પધાર્યા ત્યાં ચોમાસું કર્યું. ત્યાંના શ્રાવક શ્રી મીઠાલાલજી જનાણી વગેરેના મુખેથી પ્રશંસા સાંભળી ત્યાંના નવાબે પ્રશ્ન પૂછાવ્યો કે “હું તમારો જૈનધર્મ સ્વીકારું તો તમે અમારી સાથે જમો કે નહીં?” તેનો જવાબ રાજેન્દ્રસૂરિએ આપ્યો કે “કોઈપણ જાતનો માણસ જૈનધર્મ પાળતો હોય તો અમે તેનાથી ભાઈથી પણ વધારે પ્રેમ રાખીએ છીએ. તેની સાથે ખાવા-પીવામાં અમારો ધર્મદોષ નથી ગણતાં”.