Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
૨૯
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર - પ્રસ્તાવના
ખાંતિવિજયે ઉદેપુ૨૨ાણાને ખેવટ (પ્રસન્ન) કરી પાલખી વગેરે શિરપાવ શ્રી દેવેન્દ્રસૂરિજીને આપ્યો તેમ તમે પણ શ્રી સિદ્ધવિજયજી પછી બંધ થયેલો જોધપુર તથા બીકાનેર રાજા પાસેથી છડી-દુશાલા પ્રમુખ શિરપાવ અપાવો. આ વાંચી પ્રમોદવિજયજી બોલ્યા કે “જે આંખમાં કણ ન જાય તે આંખમાં સાંબેલું જાય'' તેવી લોકોક્તિ સાચી લાગે છે.
શિથિલાચારની શરૂઆત :
કારણ કે હીરવિજયસૂરિજીના મુખેથી ધર્મોપદેશ સાંભળી દિલ્હીપતિ અકબર ખુશ થયો. ખુશ થઈને બોલ્યો કે હે પ્રભુ આપ પુત્ર-કલત્ર-ધનસ્વજન કે શરીરના પણ મમત્વથી રહિત છો, માટે આપને સોનું-ચાંદી તો આપવા ઉચિત નથી, પણ મારા મહેલમાં જૈનધર્મના પ્રાચીન પુસ્તકો છે, તે આપ સ્વીકારી મારા પર કૃપા કરો. બાદશાહનો આવો આગ્રહ જોઈ સર્વ પુસ્તકો સ્વીકારી આગ્રામાં જ્ઞાનભંડારમાં સ્થાપ્યા. ત્યારે ત્રણ કલાક સુધી હીરવિજયસૂરિથી ધર્મગોષ્ઠી કરી બાદશાહની આજ્ઞા લઈ ખૂબ જ ઠાઠમાઠથી ગુરુદેવ ઉપાશ્રયમાં પધાર્યા. ગુરુદેવનું માનપાન જોઈ બાદશાહ પણ ખુશ થયો. તેણે હીરવિજયસૂરિના બહુમાન અર્થે છત્ર-ચામર-પાલખી પોતાના ખર્ચે આગળ ચલાવવાના શરૂ કર્યા. ત્યારે હીરવિજયસૂરિજીએ બાદશાહને કહેવડાવ્યું કે અમારે નિઃસ્પૃહી સાધુઓને આ ડફાણ ન જોઈએ. બાદશાહે કહ્યું કે “મારે અને તમારે ધર્મગોષ્ઠી થઈ છે તેના ભક્તિ-મહિમા અર્થે મેં જ પાલખી વગેરેને તમારી આગળ ચલાવવાનો હુકમ કર્યો છે, તેમાં તમારા નિઃસ્પૃહીપણામાં કંઈ દોષ લાગશે નહીં''. બાદશાહનો આવો આગ્રહ જોઈ સંઘે પણ આગ્રહ કર્યો કે બાદશાહની આ ભક્તિ તો જૈનશાસનની શોભા છે, પ્રભાવના છે, શોભા તરીકે આગળ-આગળ ચાલે તેમાં શું વાંધો છે ? સૂરિજીએ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ જોઈ મૌન ધારણ કર્યું. તે દિવસથી શોભા તરીકે અકબર બાદશાહે ચલાવ્યું. ત્યારબાદ શ્રાવકોની પ્રેરણાથી ઉદયપુરના રાણાએ ચલાવ્યું. પણ વિજયરત્નસૂરિજી સુધી કોઈ આચાર્યે અંગસ્પર્શન ન કર્યું. લઘુક્ષમાસૂરિજી જયારે વૃદ્ધ થયા ત્યારે વિહારમાં અસમર્થતા દેખી કેટલાક શિથિલ સાધુઓએ અરજ કરી કે આપને વિહારમાં