Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
A
શ્રી છકાયના બોલ વિ૪િ૫] 9 લૂણની માટી, ૮ જસતની માટી, ૯ લોઢાની માટી, ૧૦ સીસાની માટી, ૧૧ ત્રાંબાની માટી, ૧૨ રૂપાની માટી, ૧૩ સોનાની માટી, ૧૪ વજે હીરાની માટી, ૧૫ હરિયાલની માટી, ૧૬ હીંગળકની માટી, ૧૭ મણસીલની માટી ૧૮ પારાની માટી, ૧૯ સરમાની માટી, ૨૦ પવાલાની માટી, ૨૧ અબરખની માટી, ૨૨ અબરખના રજની માટી.
અઢાર જાતિનાં રત્ન – ૧ ગોપીચ રત્ન, ર રૂચક રત્ન, ૩ અંક રન, ૪ સ્ફટિક રત્ન, પ લોહિતાક્ષ રત્ન, દ મરકત રત્ન, ૭ મસારગલ રત્ન, ૮ ભૂખૂચક રત્ન, ૯ ઇન્દ્રનીલ રત્ન, ૧૦ ચંદ્રનીલ રત્ન, ૧૧ ગરૂડી રત્ન, ૧૨ હંસગર્ભ રત્ન, ૧૩ પોલાક રત્ન, ૧૪ સૌગંધિક રત્ન, ૧૫ ચંદ્રપ્રભ રત્ન, ૧૬ વૈર્ય રત્ન, ૧૭ જલકાન્ત રત્ન, ૧૮ સૂર્યકાન્ત રત્ન. એ ૭ સુંવાળી + ૨૨ ખરખરી (કાંકરા) + ૧૮ રત્ન એમ ૪૭ જાતની પૃથ્વીકાય સિદ્ધાંતમાં કહી છે.
એ ઉપરાંત ઘણી જાતની પૃથ્વીકાય છે. તે પૃથ્વીકાયના એક કટકામાં અસંખ્યાતા જીવ શ્રી ભગવંત કહ્યાં છે. તે પૃથ્વીકાયમાંથી જુવાર તથા પીલ જેટલી પૃથ્વીકાય લઈએ અને તેમાંથી એક એક જીવ નીકળી પારેવા જવડી કાયા કરે તો એક લાખ યોજનનો જંબુદ્વીપ છે તેમાં તે જીવો સમાય નહિ. એક પર્યામની નેશ્રાયે અસંખ્યાત | અપર્યાપ્ત છે. પૃથ્વીકાયનું આયુષ્ય જઘન્ય અંતર્મુહૂર્તનું અને ઉત્કૃષ્ટ જુદું જુદું છે તેની વિગતઃ
સુકુમાળ માટીનું આયુષ્ય છે. એક હજાર વર્ષનું, શુદ્ધ માટીનું આયુષ્ય ઉ. બાર હજાર વર્ષનું,
* એક જીવ પર્યાપ્ત થાય ત્યારે ત્યાં જ બીજા સાથે અન્ન થયેલા અસંખ્યાતા જીવ અપર્યાપ્ત અવસ્થામાં જ મરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org