________________
(૧૨) પૂજ્યશ્રીના દિગ્ગજ વિદ્વાન સાધુશિમાં મારા ગુરૂદેવ, શાસનદીપક, સ્વ. મુનિરાજશ્રી વિદ્યાવિજયજી મ. એક હતા. તેઓશ્રી સામાજિક જીવનના અજોડ રસિયા હતાં તેવી રીતે આગમજ્ઞાનમાં પણ પૂરેપૂરા મસ્ત હતાં. જ્યારે એકાકી બેસતાં ત્યારે મોતીઓની જેમ આગમીય સૂકતો જ તેમની જીભ ઉપર ચમકતા રહેતા હતાં. શુદ્ધ, સાત્ત્વિક તથા ખુલ્લી કિતાબ જેવું તેમનું નિર્મળ જીવન હતું, તેમજ આડંબર વિનાના કિયાકાડમાં તેઆ પૂર્ણ મસ્ત હતા. તેથી જ ભગવતી સૂત્ર પર પિતાની કલમ ચલાવી શક્યા છે.
પૂજ્ય ગુરૂદેવના ચરણમાં મારું બાહ્ય અને આભ્યન્તર જીવન ઘડાયું છે. મારા પઠન-પાઠનમાં તેઓશ્રી પ્રત્યક્ષ અને પરોક્ષ રૂપે પણ સહકારી હતા. તેથી જ ગુરુચરણમાં રહીને મારા જે સર્વથા અબુધ માણસ પણ જૈન વાડમયને થડે ઘણે અંશે પણ સ્પશી શકો છે. ફળસ્વરૂપે ગુરુજીની હૈયાતીમાં જ ચાતુર્માસના વ્યાખ્યામાં ભગવતીસૂત્ર વાંચવા માટે ભાગ્યશાલી બની શક હતે. પછી તો પાલ, દહેગામ, મહુધા, સાદડી, બાલી અને પૂનાના ચાતુર્માસમાં પણ ચતુ વિધ સંઘ સમક્ષ ભગવતી સૂત્ર પર બેલવા માટે અવસર મળતો રહ્યો છે. * ઓવી સ્થિતિમાં પણ મારા અન્તહૃદયમાં ભગવતીસૂત્રના
ગદ્વહન કરવાની ઉત્કટ ભાવના હતી અને છેવટે મુંબઈ પાયધુની નેમિનાથના ઉપાશ્રયે પરમપૂજય શાન્તસ્વભાવી જૈનાચાર્ય ૧૦૮ શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મ. અને જેનાચાર્ય શ્રી વિજયસધચંદ્રસૂરીશ્વરજી મ. (તે સમયે પંન્યાસ હતાં)ની ચરણ નિશ્રામાં દ્વહન નિર્વિને પૂરા થયા અને તા. ૨૪ -૧૧-૭૧ના દિવસે પન્યાસ પદની પ્રાપ્તિ થઈ.