Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પણ પરસ્પરમાં વિરોધ છે. આ રીતે પ્રત્યક્ષ આદિ પ્રમાણે દ્વારા આત્માના અસ્તિત્વને સિદ્ધ કરી શકાય તેમ ન હોવાથી આત્મા નથી, એવું જ માનવું જોઈએ.
ઉત્તર–“આત્માનું અસ્તિત્વ પ્રત્યક્ષ આદિ પ્રમાણે વડે સિદ્ધ થતું નથી, માટે આત્મા નથી. ” એ વાત ઉચિત નથી, કારણ કે અહીં હેતુ અસિદ્ધ છે, તથા “સામાપ્તિ પ્રત્યક્ષામિ મનુષ્યમાનવાત” આ હેતુ પ્રતિસાધનથી પ્રતિરુદ્ધ પણ છે–એટલે કે ઉપર આત્માના અસ્તિત્વના વિરૂદ્ધમાં આપવામાં આવેલા કારણનું ખંડન પણ થઈ શકે છે. જેમકે “ગરમ અતિ પ્રત્યક્ષ રિમિરાજસ્થમાનવા ઘરવત” અહીં “હાત્મા” પક્ષ છે, “સરિત” સાધ્ય છે, અને “પ્રત્યક્ષાવિમિત્રચ્ચાનવ આ હેતુ છે અને “ઘવજ્ઞ” આ અન્વય દષ્ટાંત છે. અહીં હેતુ અસિદ્ધ નથી, કારણ કે પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા આત્માને જાણી શકાય છે. તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે સમજવું–આત્માને જ્ઞાનથી ભિન્ન માન્ય નથી, કારણ કે જ્ઞાન જે પ્રકારે અન્ય પદાર્થોને નિશ્ચય કરાવનાર હોય છે એજ પ્રમાણે પિતાને આત્માને નિશ્ચય કરવામાં અન્ય જ્ઞાનની આવશ્યકતા રહેતી નથી. કદાચ એવી આશંકા કરવામાં આવે કે જ્ઞાન આત્માને નિશ્ચય કરાવનાર છે–સ્વસવેદ્ય છે, એવું કયા પ્રમાણને આધારે માની શકાય? તે તેનું સમાધાન આ પ્રમાણે કરી શકાય-“નીલજ્ઞાન (નીલા રંગની વસ્તુનું જ્ઞાન) મને ઉત્પન્ન થયું હતું” એવી જ્ઞાનને જે પિતાની સ્મૃતિ થાય છે, તે જે જ્ઞાન સ્વસંવેદ્ય ન હતા તે થઈ શકત નહીં. એવી પિતાને લગતી સ્મૃતિ તે સ્વસંવિતિ જ્ઞાનને જ થઈ શકે છે. જે અહીં એવી દલીલ કરવામાં આવે કે જ્ઞાન પિતે પોતાને જાણનારું નહીં હોવા છતાં પણ જે પિતાની સ્મૃતિ કરી શકે છે, તો જેવી રીતે તે જ્ઞાન પિતાની સ્મૃતિ કરી લે છે એવી જ રીતે બીજા પ્રમાતાના (જ્ઞાતા) જ્ઞાનની સ્મૃતિ કેમ કરતું નથી ? તેની સ્મૃતિ પણ કરી શકતું હોવું જોઈએ ! કહેવાનું તાત્પર્ય એ છે કે સૃતિ દેખેલા અથવા જાણેલા પદાર્થની જ થયા કરે છે. જ્ઞાનને જે પિતાની સમૃતિ થાય છે તેનું તાત્પર્ય પણ એ જ છે કે જ્ઞાન પિતાને ( આત્માને) જાણે છે. પિતાને જાણતા એવા જ્ઞાનમાં જ સ્વસંવેદ્યતા છે. આ રીતે આત્માને ગુણ જે જ્ઞાન છે તે પ્રત્યક્ષ સ્વસંવેદનને વિષય છે અને તેથી તે ગુણવાળા આત્માનું પ્રત્યક્ષ અસ્તિત્વ પણ સ્વતસિદ્ધ થઈ જાય છે, કારણ કે આત્મા જ્ઞાનગુણથી અભિન્ન
શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧