Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હેવા છતાં પણ સુવર્ણ ને પાષાણથી અલગ કરી શકાય છે, એમઆત્મા અને કર્મોને સંબંધ અનાદિકાળને હોવા છતાં પણ કર્મોને આત્માથી અલગ કરી શકાય છે. તેમને સર્વથા ક્ષય કરીને આમા મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે.
કહ્યું પણ છે. “ન વે? ઈત્યાદિ
તથા–અનાદિકાળથી આત્માના પ્રદેશોની ઉપર જામેલાં કર્મો પણ બીજા કરની જેમ નષ્ટ થઈ જાય છે.
કહ્યું પણ છે. “ ચીને” ઈત્યાદિ
આ કથનને ભાવાર્થ એ છે કે જેમ દગ્ધ (બળી ગયેલા) બીજમાંથી અકર ઉત્પન્ન થતા નથી, એજ પ્રમાણે કર્મરૂપી બીજ બળી જવાથી–નષ્ટ થઈ જવાથી–ભવરૂપી અંકુરની ઉત્પત્તિ થતી નથી. એ સૂત્ર ૯ છે
મોક્ષ કે એકત્વ કા નિરૂપણ
બંધની અનાદિતા હોવા છતાં પણ કઈ કઈ ભવ્યાત્મા મેક્ષ પ્રાપ્ત કરતા હોય છે. તે કારણે સૂત્રકાર હવે મોક્ષના સ્વરૂપનું નિરૂપણ કરે છે–
જો ઈત્યાદિ છે ૧૦ છે સૂત્રાર્થ-મોક્ષ એક છે.
ટીકાર્થ–મક્ષ એટલે છુટકારો, આત્માપરથી સમસ્ત કર્મોને નાશ થઈ જ તેનું નામ જ મોક્ષ છે. કહ્યું પણ છે કે-“ત ક્ષા ” જ્ઞાનદર્શનરૂપ ઉપયોગ લક્ષણવાળા આત્માનું સમસ્ત કર્મોથી મુક્ત થઈને પિતાના નિજરૂપમાં (શુદ્ધ સ્વરૂપમાં) પુનઃ આવી જવું, એજ મોક્ષ છે. તે મેક્ષ પણ એક જ છે. જો કે જ્ઞાનાવરણાદિ કર્મક્ષયની અપેક્ષાએ મોક્ષ આઠ પ્રકા રને છે પરંતુ અહીં તેને એક કહેવાનું કારણ એ છે કે તે આઠે પ્રકારમાં મોચન (છુટકારે) સામાન્ય તે હોય છે જ. અથવા એકવાર મુક્ત થયેલા જીવને બીજીવાર મુક્ત થવું પડતું નથી, તેથી પણ મેક્ષ એક છે. અથવા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૨
૯