Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
રૂપ જ હોય છે. શાસ્ત્રકારોએ પુલના બે વિભાગ પાડયા છે-(૧) પરમાણુ રૂપ વિભાગ અને (૨) સ્કવરૂપ વિભાગ. પરમાણુ કઈ પણ ઈન્દ્રિયથી ગમ્ય (અનુભવી શકાય એવાં) નથી, તેથી તેમની સત્તા (અસ્તિત્વ) કાર્યરૂપ અનુમાનથી જ જાણી શકાય છે, તથા સ્કન્વરૂપ પુલની સત્તા ( અસ્તિત્વ) ઈન્દ્રિયજન્ય પ્રત્યક્ષથી (અનુભવથી) જાણી શકાય છે.
શબ્દ આદિ કે એકત્વ કા નિરૂપણ
“જે સ” ઈત્યાદિ ૪૯ છે
મૂલાઈ–શબ્દ એક છે, રૂપ એક છે, ગંધ એક છે, રસ એક છે, સ્પર્શ એક છે, સુરભિશબ્દ (મધુર શબ્દ) એક છે, દુરભિ શબ્દ એક છે, સુરૂપ એક છે, દરૂપ એક છે, દીર્ઘ એક છે, હસ્વ એક છે, વૃત્ત (ગોળાકાર) એક છે, વ્યસ્ત્ર ( ત્રિકેણી એક છે, ચતુરસ્ત્ર (ચતુષ્કણ) એક છે, પૃથુલ એક છે, પરિમંડલ એક છે, કૃષ્ણ એક છે, નીલ એક છે, લેહિત (લાલ રંગ) એક છે, હારિદ્ર (પીળા રંગ) એક છે, શુકલવર્ણ એક છે, સુરભિગ એક છે, દુરભિગંધ એક છે, તિક્તરસ (તીખે સ્વાદ) એક છે, કઇ રસ એક છે, કાષાયરસ એક છે, અરસ એક છે, મધુરરસ એક છે, કકશસ્પર્શ એક છે અને રૂક્ષસ્પર્શ પર્વતના પ્રત્યેક સ્પર્શમાં પણ એકત્વ છે.
ટીકાઈ—જેના દ્વારા અર્થનું કથન કરાય છે તે શબ્દ છે. તે બેન્દ્રિય દ્વારા ગ્રાહા નિયતક્રમવરૂપ દવનિસ્વરૂપ હોય છે. તે ધ્વનિરૂપ શબ્દ એક હોય છે. જો કે શબ્દ નામ સ્થાપના શબ્દ આદિના ભેદથી તેને ચાર પ્રકારને કહો છે, છતાં પણ શબ્દસ્વરૂપ સામાન્ય લક્ષણની અપેક્ષાએ તેમાં એકત્વ પ્રકટ કરવામાં આવ્યું છે. જે દેખવામાં આવે છે તે રૂપ છે. તે રૂપ આકારરૂપ છે અને ચક્ષુઈન્દ્રિય વડે ગ્રાહ્ય હોય છે. રૂપN સામાન્યની અપેક્ષાએ તેમાં એકતા કહી છે. અહીં જેમાં જેમાં એકવ પ્રકટ કર્યું છે તે સામાન્યની અપેક્ષાએ જ.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૬ ૨