Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
હોય છે, કારણ કે તેમને સ્વભાવ પતનશીલ-નષ્ટ થઈ જાય એ હેય છે. ક્ષાયિક સમ્યગ્દર્શન અપ્રતિપાતિ હોય છે, કારણ કે તે પિતાના આવારક (આવારણ કરનારા–રેકનારા) કમને (દર્શન મેહનીય કર્મના) સર્વથા ક્ષય થવાથી ઉત્પન્ન થાય છે. એ જ પ્રમાણે અભિગમ સમ્યગ્દર્શન પણ બે પ્રકારનું હોય છે-(૧) પ્રતિપાતિ અને (૨) અપ્રતિપાતિ.
સમ્યકત્વનું વિશેષ વર્ણન આચારાંગના પ્રથમ શ્રતસ્કન્ધના ચેથા અધ્યયનની આચાર ચિન્તામણિ ટીકામાં કરવામાં અાવ્યું છે. તે જિજ્ઞાસુઓએ તે વાંચી લેવું. મિથ્યાદર્શનના પણ બે પ્રકાર છે-(૧) અભિગ્રહિક મિથ્યાદર્શન અને (૨) અનભિગ્રહિક મિથ્યાદર્શન. વિપરીત દર્શનને મિથ્યાદર્શન કહે છે. આ મિથ્યાદર્શન અતવમાં તત્કાભિનિવેશ રૂપ હોય છે અથવા તત્વમાં અતહાભિનિવેશ રૂપ હોય છે. મિથ્યાદર્શન મોહિનીયના ઉદયથી જીવમાં આ મિથ્યાદર્શન ઉત્પન્ન થાય છે. સત્ય તત્વમાં અશ્રદ્ધા રાખવી તેનું નામ મિથ્યાદર્શન છે. જ્યાં કદાગ્રહને સદૂભાવ હોય છે ત્યાં અભિગ્રહિક મિથ્યાદર્શન હોય છે. તેનાથી ભિન્ન એવું જે મિથ્યાદર્શન છે તેને અનભિગ્રહિક મિથ્યાદર્શન કહે છે. અભિગ્રહિક મિથ્યાદર્શનના પણ નીચે પ્રમાણે બે ભેદ પડે છે-(૧) સપર્યવસિત અને (૨) અપર્યાવસિત. જે મિથ્યાદર્શન સમ્યકત્વની પ્રાપ્તિ થતાં નષ્ટ થઈ જાય છે, તે મિથ્યાદર્શનને સપર્યવસિત મિથ્યાદર્શન કહે છે. અભવ્ય જીવને જે મિથ્યાદર્શન પ્રાપ્ત થાય છે તે અપર્યવસિત (અનન્ત) હોય છે, કારણ કે અભવ્ય જીવને સમ્યકત્વની પ્રાપ્તિ જ થતી નથી, તેથી તેનું મિથ્યાદશન પર્યાવસાન (અન્ત) થી રહિત હોય છે એ જ પ્રમાણે અનાભિગ્રહિક મિથ્યાદર્શનના પણ બે ભેદ છે-(૧) સપર્યાવસિત અને (૨) અપવસિત. ભવ્ય જીની અપેક્ષાએ અનભિગ્રહિક મિથ્યાત્વ સપર્યવસિત (અન્ત યુક્ત) હોય છે પણ અભવ્ય જીવોનું અનભિગ્રહિક મિથ્યાત્વ અપર્યાવસિત (અન્ત રહિત) હોય છે. એ સૂ૦ ૧૪
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૧
૨
૬