Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
“હિં ટુકચાર મનાવો” ઈત્યાદિ–
સૂત્રાર્થ–હે શ્રમણયુગ્મન્ ! આ ત્રણના ઉપકારને બદલે વાળવાનું કામ અશક્ય ગણાય છે-(૧) માતાપિતાને, (૨) ભત્તને (પિષક) અને (૩)ધર્મા ચાર્ય. ધારે કે કેઈ સુપુત્ર પિતાના માતાપિતાનાં અંગેને દરરોજ પ્રાતઃકાળે શત પાક અને સહસંપાક તેલ વડે માલિશ કરે, પછી સુગંધિદાર ગધચૂર્ણ વડે તેમના શરીરનું ઉવટન કરે (શરીરને ચૂળે), પછી ગરમ અને ઠંડા પાણીથી તેમને સ્નાન કરાવે, પછી સઘળા અલંકારથી વિભૂષિત કરીને તેમને મને જ્ઞ તથા શુદ્ધ ૩૨ પ્રકારના આહાર અને ૧૮ પ્રકારના વ્યંજનેથી યુક્ત ભેજન જમાડે અને જીવન પર્યન્ત પોતાના ખંભા પર લઈને ફર્યા કરે, તે પણ તે માતા પિતાના ઋણને ફેડી શકતું નથી, એટલે કે તેમના ઉપકારને બદલે વાળી શકતો નથી. જે તે તેમને કેવલિપ્રજ્ઞસ ધર્મ કહે, તે ધર્મનું પ્રતિપાદન કરે. તે ધર્મની તેમની પાસે પ્રરૂપણ કરીને તેમને તે ધર્મ તરફ વાળી લે-તે ધર્મના ઉપાસક બનાવી દે, તે જ તેમના ઉપકારને બદલે તે ચુકવી શકે છે, આ બધું કરવાથી જ તે માતાપિતાનું ઋણ ફેડી શકે છે.
એજ પ્રમાણે ધારે કે કોઈ અશ્વર્ય સંપન્ન મનુષ્ય કઈ દરિદ્ર આદમીને ધન વગેરેની મદદ કરીને તેની ઉન્નતિ કરી નાખે છે. ધારો કે તે દાતાનું નસીબ પલટાય છે, કમનસીબે તે દ્રરિદ્રાવસ્થામાં આવી જાય છે. ત્યારબાદ તે પિતાની મદદથી ધનવાન બનેલા તે માણસની પાસે જાય છે. ધારો કે તે માણસ પિતાના ઉપર ઉપકાર કરનાર તે માણસને પિતાનું સર્વસ્વ ધન આપી દે છે. આમ કરવા છતાં પણ તે તેના ઉપકારને બદલે વાળી શકતું નથી. પરંતુ જે તે તેની સમક્ષ કેવળિપ્રજ્ઞસ ધર્મનું કથન કરીને, તેને કેવળિપ્રજ્ઞસ ધર્મ સમજાવીને, તે ધર્મની તેની પાસે પ્રરૂપણ કરીને તેને તે ધર્મને આરાધક બનાવી દે તે જ તે તેના ઉપકારને બદલે અવશ્ય વાળી શકે છે.
એજ પ્રમાણે કઈ ભવ્ય તથારૂપધારી શ્રમણ અથવા માહણની પાસે એક પણ આર્ય ધાર્મિક વચનનું શ્રવણ કરીને અને તેના પર સારી રીતે વિચાર કરીને તેમના દ્વારા ઉપદિષ્ટ માર્ગે ચાલીને, કાળને અવસર આવે કાળધર્મ પામીને કેઈ માણસ કઈ એક દેવકમાં દેવની પર્યાયે ઉત્પન્ન થઈ જાય છે. હવે ધારો કે તે ધર્માચાર્યું કે એવા દેશમાં જઈ ચડે છે કે જ્યાં તેમને દુભિક્ષ (દુષ્કાળ) ને કારણે આહાર પ્રાપ્તિ કરવાનું સર્વથા અસંભવિત થઈ જાય છે. આ પરિસ્થિતિ જોઈને તે દેવ તે ધર્માચાર્યને પિતાની દેવશકિતના પ્રભાવથી કઈ સુભિક્ષ (સુકાળ) દેશમાં લઈ જાય છે, અથવા જે
શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧
૨૫૭