Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 288
________________ જે પાંચ સૂત્ર થાય છે તેમને પૂર્વોક્ત ૨૫ સૂત્રમાં ઉમેરવાથી ૩૦ સૂત્ર થાય છે. તે ૩૦ સૂત્રમાં આયુવિષયક બે સૂત્ર ઉમેરવાથી કુલ ૩૨ સૂત્રે થઈ જાય છે. એ સૂ. ૨૨ | બાદર તેજસ્કાયાદિકકે સ્થિતિકા નિરૂપણ આયુષ્કના અધિકાર ચાલી રહ્યો છે, તેથી હવે સૂત્રકાર સ્થિતિસૂત્રનું કથન કરે છે-“વાવતેરારૂચાળ વધોળઈત્યાદિ સૂત્રાર્થ–બાદરતેજસ્કાયિક જીવની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ અહેરાત્રની ( ત્રણ દિનરાતની) કહી છે. બાદર વાયુકાયિક જીવોની ઉત્કૃષ્ટસ્થિતિ ત્રણ હજાર વર્ષની કહી છે. “હે ભગવન્ ! કુશુલ (કેડી) માં સંરક્ષિત, પલયમાં સંરક્ષિત, મંચમાં સંરક્ષિત, માલમાં સંરક્ષિત, ગેમ ( છાણ) આદિથી બહુ જ સારી રીતે ઢાંકી દઈને સંરક્ષિત, લાખ આદિથી મુદ્રિત કરીને કઈ પાત્રમાં સંરક્ષિત, લોઢા આદિના પતરાવડે આછાદિત એવા કેઈ પાત્રમાં સંરક્ષિત, એવાં ડાંગર આદિ ધાન્યમાં કેટલા કાળ સુધી અંકુરોપત્તિ કરવાની શક્તિ રહે છે ? ઉત્તર–“હે ગૌતમ! ઓછામાં ઓછા અંતમુહૂર્ત પ્રમાણકાળ સુધી અને વધારેમાં વધારે ત્રણ વર્ષ સુધી બીજમાં અંકુરોત્પાદન શક્તિ રહે છે. ત્યારબાદ તેની અંકુરોત્યાદન શક્તિ અવશ્ય નાશ પામી જાય છે એટલે કે ત્રણ વર્ષમાં તે બીજ અબીજ રૂપ થઈ જાય છે–તેની નિ વિચ્છિન્ન થઈ જાય છે, ગંધ, રસ, સ્પર્થ આદિથી તે રહિત થઈ જાય છે. “વિનરૂર, વિધ્વંતરે ” આદિ ક્રિયાપદ આ અર્થનું જ સમર્થન કરે છે. શર્કરા પ્રભા નામની બીજી નરકના નારકની ઉત્કૃષ્ટસ્થિતિ ત્રણ સાગરોપમની કહી છે. વાલુકાપ્રભા નામની ત્રીજી નરકના નારકની જઘન્યસ્થિતિ ત્રણ સાગરોપમની કહી છે. ટીકાર્થ-ત્રણ સ્થાનકોને અધિકાર ચાલતો હોવાથી સૂત્રકારે અહીં ત્રણ સ્થાનો સાથે સંબંધ રાખતા બાદર તેજસ્કાયિક આદિની સ્થિતિ વિશે કથન કર્યું છે. અહીં એવું કહેવામાં આવ્યું છે કે બાદર તેજસ્કાયિકેની ઉત્કૃષ્ટસ્થિતિ ત્રણ દિનરાતની હોય છે, તથા બાર વાયુકાયિક જીની ઉત્કૃષ્ટસ્થિતિ ત્રણ હજાર શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ ૨૭૩

Loading...

Page Navigation
1 ... 286 287 288 289 290 291 292 293