Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
વર્ષની હોય છે. તથા કોઠીમાં ભરીને રાખેલા, પલ્પમાં-વાંસનિમિત ધાન્યાધાર વિશેષમાં (પાત્રમાં) રાખેલા, મંચ ઉપર રાખેલા સ્થમ આદિ ઉપર લટકાવેલી વાસ આદિની પેટીમાં રાખેલા, માલકનાં ( ઘરના સૌથી ઉપરના માળે) ઢગલો કરીને રાખેલા, અવલિસકેઠી આદિના મુખને છાણ, માટી આદિથી બંધ કરીને તેમાં રાખેલા, લિપ્ત-માટી આદિ દ્વારા ઢાંકીને રાખેલા, લંછિત કરીને રાખેલા એટલે કે એક જ જગ્યાએ પ ટશન કરીને વંડા (વખાર) આદિમાં ભરેલા, તથા લાખ આદિ વડે સીલ લગાવીને કેઈ પાત્રમાં ભરી રાખેલા શાલ્યાદિ (ડાંગર વગેરે) ધાન્યમાં અંકુત્પત્તિ કરવાની શક્તિ કેટલા કાળ સુધી રહે છે?
- આ પ્રશ્નનો ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે “તે ધાન્યમાં અંકુરોત્પત્તિ કરવાની શક્તિ ઓછામાં ઓછા એક અન્તમુહૂર્ત સુધી અને વધારેમાં વધારે ત્રણ વર્ષ સુધી રહે છે ત્યારબાદ તેમાં અંકુરપાદન શક્તિનો વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની અપેક્ષાએ હાસ થઈ જાય છે તે બીજોની તે શક્તિને વિનાશ થઈ જાય છે. આ પ્રકારની પરિસ્થિતિમાં તે બીજ અબીજ બની જાય છે. એટલે કે તે અંકુરને ઉત્પન્ન કરવાની શક્તિથી રહિત થઈ જાય છે, તે કારણે તે નિરૂપ રહેતું નથી. આ પ્રકારનું મારું કથન છે અને અન્ય કેવલીઓના કથનથી આ વાતને સમર્થન મળે છે. મંચ આદિને અર્ધ આ પ્રમાણે લખ્યો છે-“ગો દૃોર મંaો” ઈત્યાદિ. શાસ્ત્રકારોએ એવું લખ્યું છે કે પહેલી નરકમાં જે ઉત્કૃષ્ટસ્થિતિ હોય છે, એ જ પછીની નરકમાં જઘન્ય. સ્થિતિ હોય છે આ સિદ્ધાંત પ્રમાણે બીજી પૃથ્વીના નારકની જે ઉત્કૃષ્ટરિથતિ કહી છે, એ જ જઘન્ય સ્થિતિ ત્રીજી નરકના નારકાની કહી છે. તેથી બીજી શર્કરા પ્રભા નરકના નારકોની ઉત્કૃષ્ટસ્થિતિ ત્રણ સાગરોપમની હોવાથી ત્રીજી વાલુકાપ્રભા નરકના નારકેની જઘન્યસ્થિતિ પણ ત્રણ સાગરોપમની કહી છે. સૂ ૨૩
નરક પૃથ્વીના સંબંધને અનુલક્ષીને હવે સૂત્રકાર નરક અને નારકના સ્વરૂપનું વિશેષ કથન કરતાં ત્રણ સૂત્રોનું પ્રતિપાદન કરે છે.
ક્ષેત્રવિશેષકે સ્વરૂપના નિરૂપણ
“ઘમાળે ધૂમvમાણ પુવીર ” ઈત્યાદિ– ટીકાઈ–મપ્રભા નામની પાંચમી નરકમાં ત્રણ લાખ નરકાવાસ છે પહેલી, બીજી અને ત્રીજી, આ ત્રણ નરકમાં ઉવેદનાનો સદ્ભાવ હોય છે, કારણ કે તે ત્રણ નરકે ઉષ્ણુસ્વભાવવાળી છે. તે ત્રણ નરકમાં રહેનારા નારકે ઉષ્ણુ
શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧
૨૭૪