Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 287
________________ જંબુદ્વીપ નામના દ્વીપમાં જે દેવકુરુ અને ઉત્તરકુરુ નામનાં ક્ષેત્રે છે તેમાં રહેતા મનુષ્ય ત્રણ ગવ્યતિપ્રમાણુ ઊંચા શરીરવાળા હોય છે અને તેમનું આયુષ્ય ત્રણ પાપમનું હોય છે. એ જ પ્રમાણે પુષ્કરવર દ્વીપાધના પશ્ચિ માર્ધ પર્યન્તના દ્વીપોના ક્ષેત્રમાં વસતા મનુષ્યની ઉંચાઈ અને આયુષ્યનું કથન પણ સમજવું. આ જ બુદ્વીપના ભરત અને ઐરાવત ક્ષેત્રમાં એક અવસર્ષિણીમાં અને એક ઉત્સર્પિણીમાં ત્રણ વંશ ઉત્પન્ન થયા હતા, થાય છે અને ભવિષ્યમાં પણ ઉત્પન થશે. જેમકે અહંત વંશ, ચક્રવતિ વંશ અને દશાર વંશ (વાસુદેવ). એ જ પ્રકારનું કથન પુષ્કરવર દ્વીપાઈના પશ્ચિમાર્ધ પર્વતના દ્વિીપવત ક્ષેત્રે વિષે પણ સમજવું. જબૂઢીપ નામના દ્વીપમાં એક એક ઉત્સર્પિણ અને અવસર્પિણમાં ત્રણ ઉત્તમ પુરુષ ઉત્પન્ન થયા હતા, થાય છે અને ભવિષ્યમાં પણ થશે. જેમકે અહંત, ચકવર્તી અને બલદેવ વાસુદેવ. એ જ પ્રકારનું કથન પુષ્કરવર દ્વીપાઈના પશ્ચિમાર્ધ પર્યન્તના દ્વિ વિષે પણ સમજવું. આ ત્રણ પિતાના પૂરેપૂરા આયુનું પાલન કરે છે–અર્વત, ચકવર્તી અને બલદેવવાસુદેવપ્રજ્ઞHઃ” આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે-સૂત્રકારે અવસર્પિણી કાળમાં વર્તમાનતા સૂચિત કરી છે, તેથી અહીં “ફોથા” આ પ્રકારને ભૂતકાળને નિર્દેશ કરે જોઈએ નહીં. યથાયુષ્યનું પાલન કરે છે ” આ કથનનું તાત્પર્ય આ પ્રમાણે છે – તેઓ નિરુપકમ આયુવાળા હોય છે. તેથી તેમણે જેટલા આયુને બંધ કર્યો હોય છે એટલું આયુ પૂરેપૂરું ભેગવે છે, તેમનું અકાલે મરણ થતું નથી. તેઓ મધ્યમ આયુ ભોગવે છે” આ કથનને ભાવાર્થ એ છે કે તેઓ વૃદ્ધાવસ્થા પ્રાપ્ત કરતા નથી. તેમનું જીવન વૃદ્ધાવસ્થાથી રહિત હોય છે. અહીં ૩૨ સૂત્ર નીચે પ્રમાણે છે-જબૂદ્વીપના ભરત અને ઐવિત ક્ષેત્રના ઉત્સપિ, વર્તમાન અવસર્પિણ અને આગામી ઉત્સર્પિણી કાળવિષયક ત્રણ સત્ર. ઉત્તરકુરુ અને દેવકુરુ વિષયક એક સૂત્ર, ધાતકીખંડના પૂર્વાર્ધ વિષયક ચાર સૂત્રો અને પશ્ચિમાર્થ વિષયક ચાર સૂત્રે, એજ પ્રમાણે પુષ્કરવર દ્વીપાઈના પૂર્વાર્ધ અને પશ્ચિમધ વિષયક આઠ સૂત્રે. આ રીતે ૩+૧+૪+૪+૮ =૨૦ સૂત્રને હરસુધીમાં બતાવ્યા બહ છે. ભરતક્ષેત્ર અને ઐરાવતક્ષેત્ર વંશવિષયક એક સૂત્ર, ધાતકીખંડના પૂર્વાર્ધ અને પશ્ચિમ વિષયક બે સૂત્ર. તથા પુષ્કરવારદ્વીપાઈના પૂર્વાર્ધ અને પશ્ચિમના બે સૂત્ર મળીને જે પાંચ સૂત્ર થાય છે તેમને પૂર્વોક્ત ૨૦ સૂત્રમાં ઉમેરતાં ૨૫ સૂત્ર થાય છે. ભારત અને એરવતક્ષેત્રમાં ઉત્તમ પુરુષની ઉત્પત્તિ વિષેનું એક સૂત્ર, ધાતકીખંડના પૂર્વાર્ધ અને પશ્ચિમાઈ વિષયક બે સૂત્ર, અને પુષ્કરવર દ્વીપાર્ધના પૂર્વાર્ધ અને પશ્ચિમાધ વિષયક બે સૂત્ર મળીને શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૨ ૭ ૨

Loading...

Page Navigation
1 ... 285 286 287 288 289 290 291 292 293