Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અવ્યાબાધ સુખરૂપ રસથી યુક્ત અને મુક્તિરૂપ ફળવાળી જ્ઞાનાદિ આરાધનારૂપ લતા જે કુઠાર (કુહાડી) તુલ્ય દિવ્ય મનુષ્ય સંબંધી રદ્ધિ અથવા દેવકની ઋદ્ધિની ચાહનાથી છેદાઈ જાય છે, તે ચાહનાનું નામ “નિદાન” છે ચારિત્રની આરાધના કરતે જીવ જે પરસવમાં સ્વર્ગ, મર્ય આદિના ભેગોની કામના કરે છે, તે તેના કારણે ચારિત્ર મેહનીય કર્મને ઉદય થાય છે. એટલે કે નિદાન (નિયાણું) કરનારો જીવ પરભવના ભેગાદિ કની ચાહનાથી પ્રેરાઈને ચારિત્રારાધના કરે છે, તે કારણે તેની તપસ્યા નિષ્ફળ જાય છે, કારણ કે એવું કરવાથી તે જીવના ચારિત્રમોહનીય કમને ઉદય થાય છે. જો કે ચારિત્રમેહનીય કર્મના ક્ષય અને ક્ષપશમથી જ જીવને ચારિત્રની પ્રાપ્તિ થાય છે, પરંતુ નિદાનબધ સહિતની ચારિત્રારાધના સમ્યક્ ચારિત્રારાધન રૂપ હોતી નથી–તે તે એક ઢોંગરૂપ જ હોય છે-દ્રવ્ય ચારિત્રરૂપ હોય છે, તેથી કમની નિર્જરા અને સંવર થવાને બદલે ચારિત્રમેહનીય આદિ કર્મોને બંધ અને ઉદય થતું રહે છે. તેથી એવા જીવને સંસાર ઘટવાને બદલે વધતું જ રહે છે. તે કારણે સંસાર પાર કરવાને માટે અનિદાનને એક કારણ રૂપે અહીં ગણાવવામાં આવેલ છે. સંસાર પાર કરવાને માટે બીજો ઉપાય દષ્ટિસંપન્નતા છે. સમ્યગ્દર્શનથી યુક્ત થવું તેનું નામ જ દૃષ્ટિસંપન્નતા છે. સંસાર પાર કરવાને એક ત્રીજે ઉપાય નીચે પ્રમાણે છે. ગવાહિતાથી પણ જીવ તરી જાય છે. ચિત્તને સમાધિસ્થ રાખવું તેનું નામ ગવાહિતા છે. સાંસારિક પદાર્થોમાં જે ચિત્ત લીન રહે છે તે ચારિત્રારાધના થઈ શકતી નથી. નિર્મળ અને અતિયારેથી રહિત ચારિત્રારાધન માટે ચિત્તનું સમાધિસ્થ હવું અત્યંત આવશ્યક છે. આ રીતે ગવાહિતા દ્વારા પણ જીવ સંસાર કાંતારને પાર કરી નાખે છે. ગવાહિનું આ પ્રમાણે લક્ષણ કર્યું છે– “ નીચાવિતી રાણે ” ઈત્યાદિ– (ઉત્તરાધ્ય ૩૪ ગાથા ૨૯) નથgaોહમાને ૨” ઈત્યાદિ છે સૂ. ૧૫
કાલવિશેષકા નિરૂપણ
કાળવિશેષમાં જ છવ સંસાર પાર કરે છે. તેથી સૂત્રકાર હવે કાળવિશેષની પ્રરૂપણ કરે છે-“સિવિદ્દા વળી good” ઈત્યાદિ–
ટીકાઈ–-અવસર્પિણી ત્રણ પ્રકારની કહી છે-(૧) ઉત્કૃષ્ટ અવસર્પિણી, (૨) મધ્યમ અવસર્પિણી અને (૩) જઘન્ય અવસર્પિણી. પહેલા આરામાં ઉત્કૃષ્ટ અવસર્પિણ હોય છે, બીજા, ત્રીજા, ચેથા અને પાંચમાં આરામાં મધ્યમ અવસર્પિણું હોય છે અને છઠ્ઠા આરામાં જઘન્ય અવસર્પિણ હોય છે. એ જ પ્રમાણે સુષમસુષમાં
શ્રી સ્થાનાંગ સૂત્રઃ૦૧
૨૬ ૩