Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 276
________________ વાળી શકાતું નથી, કારણ કે સમ્યકત્વ દાનથી આત્માની ભવપરંપરા નષ્ટ થતી જાય છે અન્ય દાનથી (ઉપકારથી) એવું બનતું નથી. હવે સૂત્રકાર એ વાત પ્રકટ કરે છે કે ભર્તા (પોષણકર્તા) ના ઉપકારને પ્રત્યુપકાર કરવાનું કાર્ય પણ દુષ્કર છે-“જે મહદઈત્યાદિ. જેની પાસે એશ્વર્યાદિ તેજરૂપ અર્ચા મહતી (ઘણી જ) છે, અથવા જે વિશિષ્ટ સમ્પત્તિશાળી હોવાથી સંસારમાં જનતા દ્વારા માનનીય ગણાય છે, અથવા જે સઘળા પ્રકારના ઐશ્વર્યથી સંપન્ન છે એ કઈ મનુષ્ય, કેઈ દરિદ્ર મનુષ્યને ધનાદિ અર્પણ કરીને તેની ઉન્નતિ કરવામાં મદદરૂપ થાય છે. આ રીતે તે દરિદ્ર મનુષ્ય પોતાની દરિદ્રતામાંથી મુકત થઈને ધનવાન બની જાય છે. હવે કમનસીબે પેલે દાતા દરિદ્ર બની જાય છે. તેની સહાયતાથી ધનવાન બનેલ માણસ તેને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે દરેક પ્રકારની મદદ કરે છે. ધારે છે તે પિતાની સઘળી સંપત્તિ તેને અર્પણ કરી દે છે. તે શું આ રીતે તે તેનું ઋણ ફેડી શકે છે ખરે? એવું કરવા છતાં પણ તે પિતાની ઉપકારક વ્યકિતના ઉપકારને બદલે વાળી શકતું નથી. કોઈ પણ પ્રકારના સાંસારિક લાભ કરાવવાથી તેના ઉપકારને બદલે વાળી શકાતું નથી, પરંતુ જે તે માણસ પોતાના ઉપકારકર્તાને શ્રુતચારિત્રરૂપ ધર્મમાં કઈ પણ રીતે સ્થાપિત કરી શકે છે, તે તેના ઉપકારનો બદલે જરૂર વાળી શકે છે. પિતાના સઘળા દ્રવ્યના અર્પણ દ્વારા તેના ઉપકારને બદલે વાળી શકાતું નથી, પણ તેને દાખલા દલીલે દ્વારા સમજાવીને કેવલિ પ્રરૂપિત ધમને આરાધક બનાવવાથી જ તે તેનું ઋણ ફેડી શકે છે. આત્માને સાચી શાન્તિ આપનાર ધર્મ જ છે. તેથી તે ધર્મમાં પિતાના ઉપકારને સ્થાપિત કરાવી દેવા જે બીજે કયે ઉપકાર હોઈ શકે? હવે સૂત્રકાર એ વાત સમજાવે છે કે જીવ ધર્માચાર્યને પ્રત્યુપકારકર્તા કેવી રીતે બની શકે છે-“ ” ઈત્યાદિ. ટીકાઈ–મેઈ એક ભવ્ય જીવ દ્રવ્યની અપેક્ષાએ સરકમુખવસ્ત્રિકા આદિ સુનિવેષવાળા અને ભાવની અપેક્ષાએ ધર્મોચિત સ્વભાવવાળા શ્રમણુની પાસે અથવા “મા હશે, મા હણે” એ ઉપદેશ આપનાર સંવતની પાસે, પાપકર્મથી જેઓ નિવૃત્ત થઈ ગયા છે એવાં આર્ય સંબંધિક–તીર્થકર સંબં ધિક-ધાર્મિક સુવચનને શ્રવણ કરીને અને તેને હૃદયમાં અવધારણ કરીને કઈ એક દેવલોકમાં દેવની પર્યાયે ઉત્પન્ન થઈ જાય છે. આ રીતે દેવકમાં ઉત્પન્ન થયા બાદ તે પોતાને અવધિજ્ઞાન દ્વારા જાણ લે છે કે તે ધર્માચાર્યના ઉપદેશ અનુસાર ચાલવાથી જ મને આ દેવગતિ પ્રાપ્ત થઈ છે, તેથી તેમણે મારા ઉપર મહાન ઉપકાર કર્યો છે. મારે તેમના ઉપકારને બદલે વાળવો જ જોઈએ. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૨૬૧

Loading...

Page Navigation
1 ... 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293