Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 273
________________ તે ધર્માચાર્યો કઈ ગહન વનમાં માર્ગ ભૂલીને અટવાય છે, તે તે તેમને તે ગહન વનમાંથી બહાર લઈ જાય છે, અથવા-જયારે તે ધર્માચાર્ય કઈ ભર્ય. કર રોગથી પીડાતા હોય ત્યારે તે પિતાની પ્રબળ શક્તિથી તેમને તે રોગ દૂર કરી નાખે છે. આટલાં આટલાં ઉપકારો કરવા છતાં પણ તે દેવ તેમનું ઋણ ફેડી શકવાને સમર્થ થતો નથી. પરંતુ કોઈ પણ કારણે તે ધર્માચાર્ય કેવલિપ્રજ્ઞસ ધર્મથી ભ્રષ્ટ થઈ જાય અને ત્યારે તે દેવ જે તેને કેવલિપ્રજ્ઞત ધર્મ કહીને, તે તે ધર્મની પ્રજ્ઞાપના અને પ્રરૂપણું કરીને, તે ધર્માચાર્યને ફરીથી કેવલિપ્રજ્ઞપ્ત ધર્મમાં સ્થાપિત કરી દે તે જ તે ધર્માચાર્યના ઉપકારનો બદલો વાળી શકે છે. ટીકાર્ય–આ સૂત્રને ભાવાર્થ નીચે પ્રમાણે છે–પ્રભુ કહે છે કે હે આયુશ્મન શ્રમણ ! આ ત્રણ ઉપકાર કર્તાઓનો ઉપકારને બદલે વાળવાનું કામ ઘણું મુશ્કેલ ગણાય છે. સૂત્રકારે એ જ વાતને ત્રણ દષ્ટાન્તો દ્વારા પ્રકટ કરી છે. (૧) માતાપિતા, (૨) પિષણક્ત અને (૩) ધર્મમાં સહાયક થનારા ધર્માચાર્યો, આ ત્રણેને ઉપકાર એટલે બધે હોય છે કે તેમને બદલે વાળવાનું કાર્ય દુષ્કર થઈ પડે છે. કહ્યું નણ છે કે-“ સુવિચાર માયાવર” ઈત્યાદિ. માતાપિતાના ઉપકારનો બદલો વાળવાના કથનમાં આહારની સાથે જે મને વિશેષણ વપરાયું છે, તેના દ્વારા સુસ્વાદુ જન સૂચિત કરાયું છે. સ્થાલીપાક’ શબદ દ્વારા એ વાત પ્રકટ કરવામાં આવી છે કે પાકપાત્રમાં પકાવવામાં આવેલું ભેજન સારી રીતે પાકી (રંધાઈ) જાય છે, પાકપાત્રને ઉપયોગ કર્યા વિના માત્ર અગ્નિથી તૈયાર થયેલું ભોજન સુનિષ્પન્ન (સારી રીતે તૈયાર થયેલું) હોતું નથી. તે ભેજનની સાથે જે ૧૮ પ્રકારના વ્યંજન પીરસવાની વાત કરી છે, તે વ્યંજનેનાં નામ નીચે આપવામાં આવ્યાં છે. અહીં વ્યંજન પદથી સૂપાદિક રસરૂપ વ્યંજન ગૃહીત થયેલ છે– “જૂઓ નિ જિય” ઈત્યાદિ– હિંગ આદિ નાખીને મગ આદિની દાળને સૂપ કહે છે-કઢીને નિષ્ઠાન્ન કહે છે. દ્રાક્ષાદિથી મિશ્રિત મીડા દહીને કરમ્બ કહે છે, વઘારેલા આંબલી આદિના પાણીને કાંજી કહે છે. ભાજી (પાંદડાંવાળાં મેથી, મૂળા, તાંદળિયે) ને ભજિંકા કહે છે. રબડી બે પ્રકારની છે-(૧) ગોળની રબડી અને (૨) મહેરી (છાશમાં રાંધેલા અનાજની એક વાનગી–પેંશ) જીરા આદિના વઘારથી યુક્ત મગ આદિનું જે ઓસામણ હોય છે તેને યૂષ કહે છે, વઘારથી યુક્ત માંડ (ભાતનું ઓસામણ) ને ઓસામણ કહે છે. કેરીના રસને આમરસ કહે શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ ૨૫૮

Loading...

Page Navigation
1 ... 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293