Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શરીરી જીવે સોપકમ અને નિરુપકમ, એ બન્ને પ્રકારના આયુવાળા હોય છે. કહ્યું પણ છે કે-“રેવા નેયા વિ” ઈત્યાદિ. “તેના સંસારસ્થા ઈત્યાદિ –
ઘણુ નું વિષ, શ્વાસોચ્છવાસના અવરોધ, વિમાની અકસમાત અને રોગ આદિ કારણોથી અકાળે મરણ થાય છે. આ અકાળ મરણ જોઈને એ પ્રશ્ન ઉદ્ભવે છે કે શું અકાલ મરણ સંભવી શકે છે ખરું? જે અકાલ મરણ થવાની વાત સ્વીકારવામાં આવે, તે બીજે પ્રશ્ન એ ઉદ્દભવે છે કે શું સમસ્ત સંસારી જીના અકાલ મરણ થાય છે, કે કઈ કઈ સંસારી જીવના અકાલ મરણ થાય છે? આ બને પ્રશ્નોના ઉત્તર આપણને આ અભવવત્યયુષ્ક અને નિરુપકમાયુષ્કની વિચારધારા માંથી મળી આવે છે. કમ શાસ્ત્ર અનુસાર . માન આયુનું ઉત્કર્ષણ થઈ શકતું નથી, કારણ કે ઉત્કર્ષણ બન્ધકાળમાં જ થાય છે. ધારો કે કોઈ મનુષ્ય અથવા તિયચે પ્રથમ ત્રિભાગમાં નરકાયુને એક લાખ વર્ષ પ્રમાણુ બંધ કર્યો. હવે જે તે બીજા ત્રિભાગ દરમિયાન દસ લાખ વર્ષ પ્રમાણે નરકાયુને સ્થિતિબંધ કરે, તે તે સમયે તે પ્રથમ વિભાગમાં બાંધેલી સ્થિતિનું ઉત્કર્ષણ કરી શકે છે. ઉત્કર્ષણને આ સામાન્ય નિયમ બધા કર્મોને લાગુ પડે છે.
ભુજમાન આયુને બંધ એજ પર્યાયમાં થતું નથી, તેથી તેનું ઉત્કર્ષણ થતું નથી. આ વ્યવસ્થા તે નિરપવાદ ( અપવાદ વિના, નિયમથી જ ) બની જાય છે. પરંતુ અપકર્ષણને માટે બંધકાળને એ કઈ પ્રતિબંધ નથી. તે કેટલાક અપવાદને બાદ કરતાં ગમે ત્યારે થઈ શકે છે, જે પર્યાયમાં આયુને બંધ કર્યો છે, તે પર્યાયમાં પણ થઈ શકે છે. અને જે પર્યાયમાં તેને ભોગવી રહ્યા હોઈએ તે પર્યાયમાં પણ થઈ શકે છે. દાખલા તરીકે કે ઈ મનુષ્ય તિર્યંચ આયુને પૂર્વ કેટિ પ્રમાણ સ્થિતિબંધ કર્યો. હવે જે તેને સ્થિતિઘાતને માટે અનુકૂળ સામગ્રી (જે પર્યાયમાં આયુને બંધ કર્યો હોય એજ પર્યાયમાં) મળી જાય, તે એજ પર્યાયમાં તે આયુકર્મને સ્થિતિઘાત કરી શકે છે, અને જે પર્યાયના આયુને તે જોગવી રહ્યો છે તે પર્યાયમાં જ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૧૬૮