Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
શુકલ લેફ્સાને અસંકિલષ્ટ રૂપે સદૂભાવ સમજ. મનુષ્યની વેશ્યાઓ વિષેનું કથન પંચેન્દ્રિય તિર્યચેની લેશ્યાઓના કથન પ્રમાણે સમજવું. વાતવ્યન્તરોની લેશ્યાઓનું કથન અસુરકુમારોની લેશ્યાઓના ઉપયુક્ત કથા પ્રમાણે સમજવું. વૈમાનિકે માં નીચે પ્રમાણે ત્રણ વેશ્યાઓને સદૂભાવ હોય છે-તેજલેશ્યા, પદ્રલેશ્યા અને શુકલલેશ્યા.
ટીકા–નારકમાં જે કૃષ્ણ, નીલ અને કપોત, એ ત્રણ લેશ્યાઓને સદ્દભાવ સંકિલષ્ટ વિશેષણથી રહિત બતાવવામાં આવ્યો છે એટલે કે તે ત્રણ લેશ્યાએને અસંકિલષ્ટ રૂપે સદ્દભાવ હોય છે–તેનું કારણ એ છે કે તેમાં એ ત્રણ લેશ્યાઓ જ હોય છે, બાકીની એકે લેહ્યા હોતી નથી. અસુરકુમારોમાં અસંકિલષ્ટ તેજલેશ્યા સહિત ચાર લેશ્યાઓ હોય છે, પરંતુ અહીં વિસ્થા. નકને અધિકાર ચાલકે હેવાથી તેમનામાં કૃષ્ણાદિ ત્રણ લેસ્યાઓને સદૂભાવ સંકિલષ્ટ રૂપે સમજવાને છે અને તેજસ્થાન સભાવ અસંકિલષ્ટ રૂપે સમજવાનું છે. આ પ્રકારનું કથન સ્વનિતકુમાર પર્યન્તના દેવ વિષે પણ સમજવું એટલે કે ભવનપતિ દેવોમાં કૃષ્ણાદિ ત્રણ લેશ્યાએ સંકિલષ્ટ રૂપે અને તેજેશ્યા અસંકિલષ્ટ રૂપે હોય છે. એ જ પ્રમાણે પૃવિકાયિક, અપકાયિકે અને વનસ્પતિકાયિકમાં પણ કૃષ્ણાદિ ત્રણ લેશ્યા સંકિલષ્ટ રૂપે અને તેજલેશ્યા અસંકિલષ્ટ રૂપે હોય છે એમ સમજવું. કારણ કે તેઓમાં દેત્પત્તિની સંભાવનાને લીધે અપર્યાપ્તાવસ્થામાં અસંકિલષ્ટ તેજલેશ્યાને સદભાવ પણ હોઈ શકે છે. પંચેન્દ્રિય તિર્થ" અને મનુષ્ય માં સકિલષ્ટ અને અસંકિલષ્ટ રૂપ છએ વેશ્યાઓ હોય છે, તેથી તેમને વિષે સવિશેષણ ચાર સૂત્ર આપ્યાં છે. અસુરકુમારોની જેમ વ્યક્તમાં પણ સ કિલષ્ટ કણાદિ ત્રણ વેશ્યાઓ હોય છે. વૈમાનિકમાં આ વિશેષણથી રહિત જે તેજો, પદ્મ અને શુકલ વેશ્યાઓને સદ્ભાવ કહ્યો છે તેનું કારણ એ છે કે તેમનામાં એ ત્રણ લેશ્યાએ જ હોય છે. વ્યવહેદ્યના સદુભાવમાં જ વિશેષણ સફળ થાય છે. તે કારણે “વેનાળિયા તો સામો quળતાનો” આ પ્રકારને સૂત્રપાઠ કહ્યો છે. તિષ્ક દેવમાં માત્ર તેજોલેશ્યાને જ સદ્દભાવ હોય છે. અહીં વિસ્થીનકનું પ્રકરણ ચાલતું હોવાથી સૂત્રકારે તિષ્ક સૂત્રનું કથન કર્યું નથી. સૂ. ૧૧ છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧
૨૫૧