Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ત્રણ કારણોને લીધે દેવલોકમાં અંધકાર વ્યાપી જાય છે. તે ત્રણ કારણે નીચે પ્રમાણે સમજવા-(૧) અહંત પ્રભુ નિર્વાણ પામે છે ત્યારે, (૨) અહંત પ્રરૂપિત ધર્મ જ્યારે બુચ્છિન્ન થઈ જાય છે ત્યારે, (૩) પૂર્વગત મૃત જ્યારે યુછિન થઈ જાય છે ત્યારે.
ત્રણ કારણેને લીધે દેવલેકમાં ઉદ્યોત વ્યાપી જાય છે-(૧) જ્યારે અહંત પ્રભુને જન્મ થાય છે ત્યારે, (૨) જ્યારે અહત પ્રભુ દીક્ષા ધારણ કરે છે ત્યારે અને (૩) જ્યારે અહંત પ્રભુના જ્ઞાનોત્પાદનો મહિમા થાય છે ત્યારે.
કારણે દેવસમાગમ થાય છે-(૧) જ્યારે અહંત પ્રભુને જન્મ થાય છે ત્યારે, (૨) જ્યારે અહત પ્રભુ દીક્ષા લે છે ત્યારે અને (૩) જ્યારે અહંત પ્રભુના જ્ઞાનોત્પાદનને (કેવળજ્ઞાન પ્રાપ્તિને) મહોત્સવ કરવામાં આવે છે. આ ત્રણ કારણને લીધે દેકલિકા (દેવેનું એક જગ્યાએ એકત્ર થવાનું) થાય છે. એ જ ત્રણ કારણેને લીધે દેવને અતિશય આનંદ થાય છે, અને તે આનંદાતિરેકને લીધે તેઓ ખડખડાટ હસે છે.
નીચેના ત્રણ કારણોને લીધે દેવેન્દ્ર ઘણું જ શીવ્રતાથી મનુષ્યલકમાં આવે છે-(૧) જ્યારે અહંત પ્રભુને જન્મ થાય છે ત્યારે, (૨) જ્યારે અહંત પ્રભુ દીક્ષા લે છે ત્યારે, અને (૩) જ્યારે અહંત પ્રભુના જ્ઞાનત્પાદન મહેત્સવ કરવામાં આવે છે, ત્યારે દેવેન્દ્રો ઘણું જ શીવ્રતાથી મનુષ્યલોકમાં આવે છે. આ ત્રણ કારણોને લીધે લેકાન્તિક દેવે પણ ઘણી જ ઝડપથી મનુષ્યલેકમાં આવે છે. આ ત્રણ કારણને લીધે સામાનિક દેવે, ત્રાયઅિંશક દે, અગ્ર મહિષી દેવીઓ, પારિષક દે, અનીકાધિપતી દે અને આત્મરક્ષક દે પણ ઘણું જ ઝડપથી આ મનુષ્યલકમાં આવે છે. આ ત્રણ કારણને લીધે જ દે પિતપોતાના સિંહાસન પરથી ઉઠે છે. આ ત્રણ કારણેને લીધે જ શક્રાદિ દેના આસને ચલાયમાન થાય આ ત્રણે કારણેને લીધે જ તેઓ સિંહનાદ કરે છે અને ચેલેક્ષેપ પણ કરે છે. આ બધાં કાર્યો આનંદને કારણે જ તેઓ કરે છે. આ ત્રણ કારણે જ ચૈત્યવૃક્ષ (દેવવૃક્ષ વિશેષ) ચલાયમાન થાય છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૨૫૪