Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
(૩) ખેચર. મનુષ્ય નપુંસકના પણ ત્રણ પ્રકાર છે(૧)-કર્મભૂમિજ, (૨) અકર્મ ભૂમિજ, અને (૩) અન્તરદ્વીપજ. પક્ષી આદિ જેમાં પેદા થઈને બહાર નીકળે છે, એવાં કેષને અંડ (ડું) કહે છે. ઇંડામાંથી જે જીવની ઉત્પત્તિ થાય છે, તે જીવને અંડજ કહે છે.
ગર્ભજન્મને તે એક ભેદ છે. એટલે કે સંપૂર્ણમ જન્મ, ગર્ભજન્મ અને ઉપપદ જન્મ, આ રીતે પણ જન્મના ત્રણ પ્રકાર પડે છે. પિતજન્મવાળાના ઇંડાંમાંથી પેદા થનાર છે અને જરાયુમાંથી પેદા થનાર છે ગર્ભ જન્મવાળા હોય છે. તે કારણે ઇંડામાંથી પેદા થનારા જે જે જ હોય છે, તે બધાં ગર્ભજન્મવાળા જ હોય છે. એ જ પ્રમાણે જે જ જરાયુ આદિથી વેષ્ટિત (વીંટળાયેલા) હેતા નથી પણ માતાના ગર્ભમાંથી બહાર નીકળતાની સાથે જ પરિન્દાદિ (હલનચલન આદિ) ક્રિયાથી યુક્ત હોય છે, તે જીવને પિત જ કહે છે. અથવા–પિત એટલે વસ્ત્ર જન્મતાની સાથે જ જે જીવો વસ્ત્રથી લૂછયા હોય એવા નિર્મળ લાગે છે તે જીવને પિતજ કહે છે. પિત જન્મવાળાં જીવે ગષ્ટન ચર્મથી અનાવૃત રહેવાને કારણે વસ્ત્રથી સંમાર્જિત થયા હોય એવી રીતે ગર્ભમાંથી બહાર આવે છે. અથવા જે ગર્ભમાં તેઓ ઉત્પન્ન થાય છે તે ગર્ભ, ગર્ભષ્ટિનચર્મથી રહિત હોય છે, તેથી પણ તેમને પિતજ કહે છે. ગર્ભાધાન વિના જ જીવોની આપોઆપ ઉત્પત્તિ થઈ જાય છે તે જીવને સંમૂચ્છિમ કહે છે. અથવા બધી પ્રકારના અવયવ સંયોગથી જે નિવૃત્ત હોય છે, એવાં જીવોને સંમૂછિમ કહે છે. તે જીવો અગર્ભ જ હોય છે–માતાપિતાના સંગ સિવાય જ તેઓ સ્વયે ઉત્પન્ન થઈ જાય છે. તે સંમૂછિમ છમાં નર અને નારી જાતિના ભેદ હતા નથી, કારણ કે તે જીવે નપુંસક જ હોય છે, તે કારણે સૂત્રમાં સંમૂછિમ જીવોના ત્રણ ભેદ બતાવવામાં આવ્યા નથી હંસ વગેરે પક્ષી ઈંડામાંથી ઉત્પન્ન થતા હોય છે, તેથી તેમને અંડાજ કહે છે હાથી સસલાં, નોળિયાં, ઉંદર, ચામાચીડિયાં આદિ જીવને પિત જ કહે છે ખંજનક આદિ જો સંમૂછિમ જન્મવાળા ગણાય છે તેમનામાં ઉદ્ ભજતા હોવા છતાં પણ સંમૂરિસ્થમત ને બે દેશ ( વ્યવહાર) થાય છે. કારણ કે ઉભિદ જ સંમૂછિમવિશેષ હોય છે અ પક્ષિ
શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧
૨૪૯