Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સંબંધને અનુલક્ષીને હવે કેટલાક ભાવની પ્રરૂપણ કરવામાં આવે છે. ટીકાઈ–“દત્તqવાપુ ” ઈત્યાદિ–
જનું હિતકારક જે હોય છે તેને સત્ય કહે છે. એવું સત્ય સંયમ અથવા સત્ય વચન હોય છે. આ સત્યની જેમાં સારી રીતે પ્રરૂપણ કરવામાં આવી છે, તેનું નામ સત્યપ્રવાદ છે. આ સત્યપ્રવાદ સંપૂર્ણ શ્રતની અપેક્ષાએ પહેલાં ક્રિયમાણ હોવાથી તેને “સત્યપ્રવાદ પૂર્વ કહેવાય છે. તે ૧૪ પૂર્વેમાં છઠું પૂર્વ છે. તેનું પરિમાણ એક કેટિ અને ૬ લાખ અધિક પદનું છે.
કહ્યું પણ છે–“u gયાન જોડી ઇંદર પ્રયા સન્ન રાશિ” | આ સત્ય પ્રવાદ પૂર્વના એક કરોડ અને છ લાખ પદ છે.
આ પૂર્વની બે વસ્તુ છે–અધ્યયન આદિની જેમ તેના બે વિભાગ વિશેષ છે, એવું તીથકોએ કહ્યું છે. નક્ષત્ર વક્તવ્યતા–પૂર્વા ભાદ્રપદ નક્ષત્ર બે તારાવાળું કહ્યું છે, ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર પણ બે તારાવાળું કહ્યું છે. એ જ પ્રમાણે પૂર્વા ફાલ્ગની અને ઉત્તરા ફાલગુની નક્ષત્ર પણ બબ્બે તારાવાળાં છે. ૪૫ લાખ જનના પ્રમાણવાળા મનુષ્યક્ષેત્રના-મનુષ્યત્પત્તિ આદિ વિશિષ્ટ આકાશ ખંડની મધ્યમાં બે સમુદ્રો કહ્યા છે-(૧) લવણ સમુદ્ર અને (૨) કાલેદધિ સમુદ્ર.
ચકવ િવક્તવ્યતા–ચકરત્નથી વર્તન (વિજય પ્રાપ્ત) કરવાને જેમને સ્વભાવ હોય છે, તેમને ચક્રવર્તી કહે છે. બે ચકવતી અપરિત્યક્ત (કામગ ન છોડવાથી) કામગની હાલતમાં મરીને નીચે સાતમી નરકમાં ગયેલા છે. “કામ” પદથી શબ્દ અને રૂપ ગ્રહણ કરાયેલ છે, અને “ગ” પદથી ગબ્ધ ગૃહીત થયાં છે. સાતમી નરકમાં પાંચ નરકાવાસે છે. તે નરકાવાસની મધ્યમાં જે અપ્રતિષ્ઠાન નામનું નરકાવાસ છે તેમાં તે બને ચક્રવતી નારક પર્યાયે ઉત્પન્ન થયા છે. તેમાંના એકનું નામ સુભમ આઠમે ચકવર્તી અને બીજાનું નામ બ્રહ્મદત્ત ચક્રવર્તી હત. સભમ આઠમે ચકવતી થઈ ગયા અને બ્રહ્મદત્ત બારમે ચક્રવર્તી થઈ ગયે. તે બને સાતમી નરકમાં ઉત્પન્ન થયા છે. ત્યાં તેમની સ્થિતિ ૩૩ સાગરપમની કહી છે. સૂ. પર છે
પહેલા સૂત્રમાં સ્થિતિને ઉલ્લેખ થયો છે. આ સંબંધને અનુલક્ષીને સૂત્રકારે નીચેનાં પાંચ સૂત્રમાં ભવનપતિ આદિ દેવની સ્થિતિનું પ્રતિપાદન કર્યું છે–“ગણુવિવિજ્ઞાને મળવાની સેવા” ઈત્યાદિ–
શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧
૨૨૬