Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
જીવ ઔર પુલકે સ્વરૂપના નિરૂપણ
પહેલાના સૂત્રમાં જે પરિચારણાનું નિરૂપણ કરવામાં આવ્યું છે, તે પરિ. ચારણા કર્મથી થાય છે. કર્મને જે પિતાના હેતુઓ દ્વારા કાળવ્રયમાં પણ ચિત્તાદિ અવસ્થાવાળું કરે છે. હવે સૂત્રકાર જીવ અને પુદ્ગલની વક્તવ્યતાના વિષયનું કથન કરે છે -- “ ગીતા દુરાગળત્તિ પાસે ” ઇત્યાદિ–
જીએ (પ્ર ણીઓને) ત્રસ અને સ્થાવરરૂપ બે સ્થાનમાં મિથ્યાઅવિરતિ આદિ રૂપ કારણથી સમ્માદિત કમ પુલને ચયનાદિ રૂપ છ અવસ્થા રૂપે સમ્પાદિત કર્યા છે અને સમ્પાદિત કરવામાં આવેલાં તે પુલને તેમણે જ્ઞાનાવરણીય આદિ રૂપે ભૂતકાળમાં પરિણમાવ્યાં છે, તથા વર્તમાનમાં પણ તેઓ તેમને ઉપાર્જિત કરીને તે રૂપે પરિણમાવ્યા કરે છે, અને ભવિષ્યમાં પણ તેઓ તેમનું ચયન (ઉપાર્જન) કરીને તેમને તે રૂપે પરિણુમાવતા રહેશે. કષાયાદિ ભાવોથી યુક્ત થયેલા જીવ દ્વારા કર્મ પુલનું જે ઉપાદાન (ગ્રહણ) થાય છે તેનું નામ ચયન છે. અખાધાકાળને છોડીને ગૃહીત કર્મને જે જ્ઞાનાવરણીય આદિ રૂપે નિષેક થાય છે તેનું નામ ઉપચયન છે. તે ઉપચયન આ પ્રકારે થાય છે–પ્રથમ સ્થિતિમાં બહતર કમંદલિકાને નિષેક (ઉપચયન) થાય છે. ત્યારબાદ બીજી સ્થિતિમાં વિશેષહીન-ચયહીન કમંદલિકને કર્મ પુજનિક થાય છે. એ જ પ્રમાણે (યાવતુ) છેલ્લે ઉત્કૃષ્ટ સ્થિતિમાં વિશેષહીન કર્મદલિ. કોને નિષેક થાય છે. (૨) બધ-જ્ઞાનાવરણીય આદિ રૂપે નિષિક્ત થયેલાં (ઉપચયન પામેલાં) તે કર્મપુનું પુનઃ કષાયપરિણતિથી જે સંશ્લેષણ થાય છે, તેને બન્ધન કહે છે. (૩) ઉદીરણ-ઉદય પ્રાપ્ત ન થયા હોય એવાં કમલિકને વયવિશેષ વડે ખેંચીને ઉદયાવલિકામાં લાવવા તેનું નામ ઉદીરણ છે. (૪) વેદન-સ્વભાવથી અથવા ઉદીરણકરણ દ્વારા ઉદયાવલિકામાં આવેલાં કર્મનું વેદન–અનુભવન કરવું તેનું નામ વેદન છે. (૫) નિર્જ રણ-કર્મનું અકમરૂપ બની જવું–જીવપ્રદેશમાંથી કર્મપુલનું ઝરી જવું ( નષ્ટ થઈ જવું) તેનું નામ નિરણ છે. (૬) આ પ્રમાણે આ કર્મ પુદ્ગલેની ૬ અવસ્થાએ છે. આ છએ અવસ્થાઓનું સૂત્રકારે ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળની અપેક્ષાએ અહીં કથન કર્યું છે. કમ પુદ્ગલરૂપ હોય છે. તેથી હવે સૂત્રકાર પુલનું
શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧
૨૨૮