Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સમ્યગ્ગદર્શનવાળા જીવને દશનેન્દ્ર કહે છે. યથાખ્યાત ચારિત્રશાલી જીવને ચારિત્રેદ્ર કહે છે. એમાં જે ભાવેદ્રતા કહી છે તે સકલ ભાવપ્રધાન શાયિક ભાવની અપેક્ષાએ અથવા વિવક્ષિત ક્ષાપશમિક ભાવની અપેક્ષાએ છે. અથવા જે અપૂર્વ ગુણલક્ષમીરૂપ ઐશ્વર્યની પ્રાપ્તિ મોટા ભાગના સંસારી જી કરી શકતા નથી, તે ઐશ્વર્યની પ્રાપ્તિ તેમણે કરી હોય છે, તે દૃષ્ટિએ પણ તેમનામાં ભાવેદ્રતા સંભવી શકે છે. તે ભાવેદ્રતાને ઐશ્વર્યાની અપેક્ષાએ ઉપર્યુક્ત ત્રણ પ્રકાર કહ્યા છે.
હવે સૂત્રકાર બાહા ઐશ્વર્યાની અપેક્ષાએ ઈન્દ્રતાનું કથન કરે છે– છે તો હું ” ઇત્યાદિ સૂવની વ્યાખ્યા સરળ છે. “દેવ” પદથી અહીં
તિષ્ક દેવ અને વૈમાનિક દેવ ગૃહીત થયા છે, તેમના ઈન્દ્રને દેવેન્દ્ર કહે છે. અસુર શબ્દ દ્વારા ભવનપતિ વિશેષ અથવા સુરપ્રતિષેધ દ્વારા ભવનપતિ અને વ્યન્તર દેવેને ગ્રહણ કરવામાં આવ્યા છે, અને તેમના ઈન્દ્રને અસુરેન્દ્ર કહેવામાં આવે છે. ચકવર્તી આદિને મનુષ્યન્દ્ર કહે છે. સૂ. ૧ છે
| વિક્ર્વણાકે સ્વરૂપના નિરૂપણ
ઉપર્યુક્ત ત્રણે પ્રકારના ઈન્દ્રો વિમુર્વ શક્તિવાળા હોય છે. તેથી જ તેઓમાં ઈન્દ્રતા છે એ જ સંબંધની અપેક્ષાએ હવે સૂત્રકાર સામાન્ય રૂપે વિકુવર્ણ સંબંધી ત્રણ સૂત્રે કહે છે-“ તિવિદા વિષM Tumત્તા” ઈત્યાદિ,
વિવિધ પ્રકારનાં રૂપોનું નિર્માણ કરવું તેનું નામ વિક્ર્વણા છે. તે વિમુ4ણ ત્રણ પ્રકારની કહી છે. પહેલા પ્રકારની વિમુર્વણા એ છે કે જે ભવધારણીય શરીર દ્વારા અનવગાઢ ક્ષેત્રવતી પુલને વૈક્રિય સમુદ્રઘાત દ્વારા ગ્રહણ કરીને કરવામાં આવે છે, તથા બીજા પ્રકારની વિકુવરણ એ છે કે જે પૂર્વોક્ત સ્વરૂપવાળા પુલોને ગ્રહણ કર્યા વિના જ કરવામાં આવે છે. એવી તે વિફર્વણુ ભવધારણીય રૂપ જ હોય છે. ત્રીજા પ્રકારની વિકુવણ એવી છે કે જે પૂર્વોક્ત સ્વરૂપવાળાં પુદ્ગલેને ગ્રહણ કરીને પણ થાય છે અને ગ્રહણ કર્યા વિના પણ થાય છે. આ પ્રકારની આ વિમુર્વણુ ભવધારણીય શરીરમાં જ વિશેષતા ઉત્પન્ન કરનારી હોય છે.
અથવા–વિદુર્વણના નીચે પ્રમાણે ત્રણ પ્રકાર પણ કહ્યા છે અહીં વિકણ એટલે શરીરને વિભૂષિત કરવું, આ પ્રકારને અર્થ સમજે. (૧) આભરણાદિ રૂપ બાહ્ય પુલોને ગ્રહણ કરીને શરીરને વિભૂષિત કરવું, આ પહેલા પ્રકારની વિદુર્વણ છે. (૨) બાહ્ય આભરણદિને ગ્રહણ કર્યા વિના જ
શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧
૨ ૩ ૨