Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
કહે છે અને અધિક ફળથી સંપન્ન વૃક્ષને ફલેગ વૃક્ષ કહે છે. હવે પુરુ
ના જે પત્રો પગ વૃક્ષ સમાન આદિ ત્રણ પ્રકારે ઉપર બતાવવામાં આવ્યા છે, તેની સ્પષ્ટતા કરવામાં આવે છે–પિતાના શિષ્યને પત્રસ્થાનીય સૂત્રદાન દ્વારા જેઓ ઉપકૃત કરે છે એવા પુરુષને પત્રપગવૃક્ષ જેવાં કહ્યા છે. પિતાના શિષ્યને પુષ્પસ્થાનીય અર્થદાન દ્વારા ઉપકૃત કરનારા પુરુષને પુપિગ વૃક્ષ સમાન કહ્યા છે. ફલસ્થાનીય ઉભયદાનથી–સૂત્ર અને અર્થના દાનથી શિષ્યનો ઉપકાર કરનાર ગુરુજનેને ફલેપગ વૃક્ષ સમાન કહ્યા છે.
જેમ પાન, ફૂલ અને ફળેથી સંપન્ન વૃક્ષ અર્થિજનેને સામાન્ય રૂપે, વિશિષ્ટ રૂપે અને વિશિષ્ટતર રૂપે ઉપકારક હોય છે, એ જ પ્રમાણે અન્ય વરતુના પ્રદાન આદિ દ્વારા લોકેત્તર પુરુષે પણ જનતાને માટે ઉપકારી થઈ પડે છે, એમ સમજવું.
- હવે સૂત્રકાર સાત સૂત્રો દ્વારા એજ પુરુષ વક્તવ્યતાનું વિશેષ કથન કરે છે-નામ પુરુષ તે છે કે જે નામમાત્રની અપેક્ષા એ જ પુરુષ છે. એટલે કે કોઈ પણ વસ્તુનું પુરુષ એવું જે નામ લેકવ્યવહાર ચલાવવાને માટે રાખવામાં આવે છે, તે નામપુરુષ છે. આ નામપુરુષમાં પુરુષનાં જેવાં કેઈ લક્ષણો હતાં નથી. લેપ્ય ચિત્ર આદિમાં જે પુરુષાકૃતિની સ્થાપના કરવામાં આવે છે. તેને સ્થાપના પુરુષ કહે છે પુરુષજ્ઞાન સંપન્ન જીવ જે અનુપયુક્ત અવસ્થાવાળ હોય છે, તે તેને દ્રવ્યપુરુષ કહે છે, ઉપગ વગરનાને દ્રવ્ય કહેવાય છે. કારણ કે “ઝળુત્રોનો વં” આ પ્રકારનું સિદ્ધાંત કથન છે, નામ, સ્થાપના આદિનું વિશેષ વિવરણ અનુયાગદ્વાર સૂત્રની અનુયાગચન્દ્રિકા ટકામાં મારા દ્વારા લખવામાં આવેલ છે. તે જિજ્ઞાસુ પાઠકેને તે વાંચવા ભલામણ છે.
હવે જ્ઞાનપુરુષ આદિ ત્રણ પ્રકારનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે – જ્ઞાનરૂપ ભાવની પ્રધાનતાવાળા પુરુષને જ્ઞાનપુરુષ કહે છે, દર્શનરૂપ ભાવની પ્રધાનતાવાળા પુરુષને દર્શન પુરુષ કહે છે અને ચારિત્રરૂપ ભાવની પ્રધાનતાવાળા પુરુષને ચારિત્ર પુરુષ કહે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૨૪૬