Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગુપ્તિ ઔર દંડકે સ્વરૂપના નિરૂપણ
ગુણિના સદૂભાવમાં જ પ્રાણાતિપાત આદિને નિષેધ સંભવી શકે છે. તે કારણે હવે સૂત્રકાર ગુપ્તિની પ્રરૂપણ કરે છે અને ત્યારબાદ તેનાથી વિપરીત એવા દંડની પ્રરૂપણું કરે છે–“તમો ગુગો વઘારાગો” ઈત્યાદિ–
ટીકાર્ય–ગુણિયે ત્રણ પ્રકારની કહી છે-(૩) મન ગુપ્તિ, વચનગુપ્તિ અને (૩) કાયમિ. સંયત મનુષ્યમાં આ ત્રણે ગુપ્તિને સદ્ભાવ હોય છે. અગુપ્તના પણ ત્રણ પ્રકાર છે-(૧) મન અગુપ્તિ (૨) વચન અગુપ્તિ અને (૩) કાય અગુપ્તિ, નારકોથી લઈને સ્વનિતકુમાર પર્યન્તના જીવમાં, પંચેન્દ્રિય તિર્યચમાં અસંયત મનુષ્યમાં, વાનવ્યન્તરોમાં, જતિષ્ક દેવેમાં અને વૈમાનિક દેવામાં આ ત્રણ અગુપ્તિને સદ્ભાવ હોય છે.
દંડના પણ ત્રણ પ્રકાર કહ્યા છે-(૧) મનદંડ, (૨) વચદંડ (વાગુદડ) અને (૩) કાયદંડ, નારકમાં આ ત્રણે દંડને સદ્દભાવ કહ્યો છે. વિકલેન્દ્રિ સિવાયના બાકીના વૈમાનિક પર્યંતના સમસ્ત જીવોમાં પણ ત્રણે દંડનો સદુ ભાવ હોય છે. ગોપનનું નામ ગુપ્તિ છે. એટલે કે આગતુક પાપરૂપ કચરાને નિષેધ કરે તેનું નામ ગુપ્તિ છે. અથવા અશુભ યોગને નિરોધ કરે તેને નામ ગુપ્તિ છે. અથવા કુશલ મન, વચન, કાયનું પ્રવર્તન કરવું અને અકુશલતાથી તેમને દૂર રાખવા તેનું નામ ગુપ્તિ છે. આ કથનનું તાત્પર્ય એ છે કે મન, વચન અને કાયાની કિયા તથા યોગનો સંપૂર્ણ પણે નિરોધ (નિગ્રહ) કરે તેનું નામ ગુપ્તિ નથી, પણ પ્રશરત નિગ્રહનું નામ જ ગુણિ છે.
પ્રશસ્ત નિગ્રહને અર્થ આ પ્રમાણે છે-વિચાર, સમજણ અને શ્રદ્ધાપૂર્વક મન, વચન અને કાયને ઉન્માગે (અવળે માગે) જતાં રોકવા અને સન્માર્ગે વાળવા તેનું નામ જ પ્રશસ્ત નિગ્રહ છે “સંયમggi” ઈત્યાદિ સૂત્રમાં એ પ્રકટ કરવામાં આવ્યું છે કે એ ત્રણ ગુણિયોને સદ્ભાવ સંયમી ( વિરતિયુક્ત ) મનુષ્યમાં જ હોય છે. અવિરતિયુક્ત મનુષ્યમાં તથા નારકાદિ કોમાં તેમને સદ્ભાવ હોતું નથી. આ મુસિયોની વિપક્ષભૂત અગુણિયે પણ ત્રણ પ્રકારની જ કહી છે. નારકથી લઈને વૈમાનિક પર્યન્તના જીવમાં આ ત્રણે અગુણિયોનો સદ્દભાવ હોય છે, કારણ કે તે જીવોમાં વિરતિ સંભવી શકતી નથી પરંતુ આ કથન એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય જીવોને લાગુ પડતું નથી, કારણ કે એકન્દ્રિય જીવોમાં મન અને વચનને અભાવ હોય છે તથા વિકલન્દ્રિોના મનને અભાવ હોય છે જેને કારણે જીવને અપરાધી બનવું પડે છે, તેને ત્રણ પ્રકાર ઉપર બતાવવામાં આવ્યા છે. એકેન્દ્રિય અને વિકેટ
શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧
૨૪ ૩