Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ભવનપત્યાદિકકી સ્થિતિકા નિરૂપણ
ટીકાઈ_અસુરેન્દ્રો (ચમર અને બલિ) સિવાયના ભવનવાસી દેવેની ઉત્કૃષ્ટ સ્થિતિ બે પપમ કરતાં થેડી ન્યૂન કહી છે. સૌધર્મ કલ્પના દેવાની ઉત્કૃષ્ટ બે સાગરોપમ કરતાં સહેજ અધિક કહી છે. ઈશાન કપમાં દેવેની ઉત્કૃષ્ટ સ્થિતિ બે સાગરોપમની કહી છે સનસ્કુમાર કલપના દેવોની જઘન્ય સ્થિતિ બે સાગરોપમની કહી છે. માહેન્દ્ર કલ્પના દેવેની જઘન્ય સ્થિતિ બે સાગરેપમ કરતાં થેડી અધિક કહી છે. જે સૂ, ૫૩ છે
દેવ સંબંધી વક્તવ્યતા
દેવસ્થિતિની વક્તવ્યતાનું કથન હવે સૂત્રકાર દ્રિસ્થાનકેની અપેક્ષાએ દેવ સંબંધી વક્તવ્યતાનું સાત સૂત્ર દ્વારા કથન કરે છે –
ટીકાથ-“હોટુ યુ ધ્વરિયાળો પત્તા” ઈત્યાદિ–
બે કલ્પમાં જ (પહેલા અને બીજા દેવલોકમાં જ) કલપીઓને (દેવીઓને) સદ્દભાવ કહ્યો છે. એટલે કે સૌધર્મ અને ઇશાન નામના બે કોમાં જ દેવીઓની ઉત્પત્તિ થાય છે. બીજાં કપમાં દેવીઓની ઉત્પત્તિ થતી નથી, એવું તીર્થકરોએ કહ્યું છે. બે કદ્દમાં જ ( સૌધર્મ અને ઈશાન કલમાં જ ) તે જેલેશ્યાવાળા દે હેાય છે. તે બે કપમાં જ કાયાદ્વારા કાયપરિચાર (મનુષ્ય અને સ્ત્રીની જેમ મૈથુન સેવન) થાય છે, એવું કહ્યું છે. એટલે કે તે બે કપમાં જ દેવ-દેવીની સાથે સંગ કરીને પિતાની કામા ગ્નિને શાન્ત કરે છે. સનસ્કુમાર અને મહેન્દ્ર કપમાં સ્પર્શથી જ મૈથુન સેવન કરાય છે. ત્યાં દેવ દેવીને સ્પર્શ કરીને જ પિતાની કામાગ્નિને શાન્ત કરે છે. અને દેવી-દેવને સ્પર્શ કરીને પોતાની કામાગ્નિને શાન્ત કરે છે બ્રહ્મલેક અને લાન્તક કમ્પમાં રૂપ દ્વારા કાયપરિચાર કહ્યો છે–એટલે કે ત્યાં દેવ-દેવીન રૂપ જોઈને તથા દેવી-દેવનું રૂપ જોઈને પોતાની કામાગ્નિને શાન્ત કરે છે. મહાશક અને સહસ્ત્રાર આ બે કપમાં શબ્દ દ્વારા જ કાયપેરિચાર કહ્યો છે. તે બને કપમાં દેવ-દેવીના મનહર શબ્દોને સાંભળીને પોતાની કામવાસના શાન્ત કરે છે. પ્રાકૃત અને અશ્રુત કલ્પના ઈન્દ્રો અને અન્ય દેવે મનથી જ કાયપરિચાર કરે છે. એટલે કે ત્યાં દેવ મનથી જ દેવીનું સ્મરણ કરીને અને દેવી મનથી જ દેવનું સ્મરણ કરીને કામવાસના શાન્ત કરીને ઉપશાન્ત દવાળા થઈ જાય છે. એ સૂ. ૫૪ છે
શ્રી સ્થાનાંગ સૂત્રઃ૦૧
૨૨૭