Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પર્વતની દક્ષિણ દિશા તરફ જે ભરતક્ષેત્ર છે, તેમાં મહાનદીઓ આવેલી છે, તે બન્ને મહાનદીઓને વિસ્તાર વગેરે એકસરખાં છે, તેમનાં નામ ગંગા અને સિંધુ છે. એ જ પ્રમાણે પછીનાં ક્ષેત્રમાં પણ પ્રપાતહર અને નદીઓનું કથન કરવું જોઈએ. “ઐરાવત ક્ષેત્રમાં પણ રકતા અને રકતાવતી નામની બે મહાનદીઓ છે, તેઓ પણ વિસ્તાર આદિની અપેક્ષાએ એકસરખી છે, ” આ કથન પર્યન્તનું સમસ્ત કથન અહીં ગ્રહણ કરવું જોઈએ.
આ સૂત્રની વ્યાખ્યા સરળ છે, જંબુદ્વીપના મન્દર પર્વતની ઉત્તર દિશામાં આવેલા હિમપાન વર્ષધર પર્વતપર ઉત્તરે પદ્મહદ છે અને દક્ષિણમાં પુંડરીક હદ છે. પહદમાં શ્રીદેવી નિવાસ કરે છે અને પુંડરીક હદમાં લક્ષ્મીદેવી નિવાસ કરે છે. તે દેવીઓની સ્થિતિ એક પલ્યોપમની કહી છે. તે બને ભવનપતિ નિકાયની દેવીઓ છે, કારણ કે તે દેવની સ્થિતિ એક પલ્યોપમની હોય છે, આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે –
વ્યક્તર દેવીઓની ઉત્કૃષ્ટ સ્થિતિ અર્ધા પલ્યોપમની કહી છે, પરંતુ ભવનપતિ દેવી એની ઉત્કૃષ્ટ સ્થિતિ કા પોપમની કહી છે, તેથી આ બંને દેવીઓને ભવનપતિ નિકાયની દેવીઓ કહેવામાં આવેલ છે. આ પ્રમાણે જ આગળ સર્વત્ર વ્યાખ્યા કરવી જોઈએ. પ્રપાતહદમાં તેજ પ્રપાતUદના નામવાળી જ નરીઓ છે. “એરવત ક્ષેત્રમાં રકતા અને રકતવતી નામની બે મહાનદીઓ છે. આ કથન પર્યન્તનું સમસ્ત કથન અહીં ગ્રહણ કરવું જોઈએ. આ કથનને સંક્ષિપ્ત સારાંશ નીચે પ્રમાણે સમજ –
જંબુદ્વીપમાં ભરત, હૈમવત, હરિ વિદેહ, રમ્યક, હૈરણ્યવત અને ઐરવત નામનાં ૭ ક્ષેત્ર છે, તેમને જુદા પાડનારા, પૂર્વથી પશ્ચિમ તરફ ફેલાયેલા ક્ષદ્રહિમવાન, મહાહિમાવાન, નિષધ, નીલ, રુકિમ અને શિખરી નામના વર્ષધર પર્વત છે. તે છ વર્ષધર પર્વત પર અનુક્રમે પદ્મ, મહાપ, તિગિ૭. કેશરી. પંડરીક અને મહાપુંડરીક નામના ૬ મહાહદ આવેલાં છે. તેમાં અનુક્રમે શ્રી, હી, ધતિ, કીર્તિ, બુદ્ધિ અને લક્ષમી નામની ૬ દેવીઓ નિવાસ કરે છે, તેમની એક પળેપમની સ્થિતિ છે. આ મહાહદમાંથી (૧) ગંગા, (૨) સિંધુ, (૩) રેડિત, (૪) હિતાં, (૫) હરિ, (૬) હરિકાન્તા, (૭)
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૧ ૭૯