Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
તેને સદભાવ હોય છે, તે ભવ વ્યતીત થતાં તે નિયમથી જ છૂટી જાય છે. કાલાન્તરમાં સાથે જતું નથી. પ છે
ના નિત્તા નિકળો” ઇત્યાદિ–
જેમ ચિત્ર બનાવનાર ચિત્રકાર અનેક પ્રકારનાં રમકડાંઓને લાલ, પીળાં, આદિ રંગવાળાં બનાવી દે છે, એજ પ્રમાણે આ નામકર્મ પણ જીવને વિવિધ આકારવાળા બનાવી દે છે. લેકેને ભલે તે સુંદર લાગે કે ન લાગે, ઈષ્ટ લાગે કે ન લાગે, તેની પરવા તે કરતું નથી.
કમરના બે ભેદ છે–(૧) શુભ નામકર્મ અને (૨) અશુભ નામકમ. તીર્થંકર પ્રતિ આદિરૂપ શુભ નામકર્મ છે અને અનાદેય આદિ રૂપ અશુભ નામકર્મ છે. ઉચ્ચ અને નીચના નામથી જે લેકમાં ઓળખાય છે, તે ગેત્રકમ છે. કહ્યું પણ છે કે-“ ના ફુમાર મંટારું” ઈત્યાદિ
જીવન ઉચ્ચ અથવા નીચ કુળમાં જન્મ કરાવવામાં ગોત્રકમ કારણભૂત બને છે. તે ગોત્રકર્મના બે પ્રકાર છે-(૧) ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્ર.
જે કર્મના ઉદયથી જીવને ઉચ્ચ કુળમાં, લેક માનનીય કુળમાં જન્મ થાય છે, તે કર્મને ઉચ્ચ ગોત્ર કર્મ કહે છે. જે કર્મના ઉદયથી લોકનિન્દ્રિત કુળમાં જીવને જન્મ થાય છે, તે કર્મને નીચ ગોત્ર કમ કહે છે ઉચ્ચ ગોત્ર પૂજ્ય. તાનું કારણ બને છે અને નીચ શેત્ર અપૂજ્યતાનું કારણ બને છે. કોઈ કઈ જગ્યાએ એવું પણ કહ્યું છે કે–સંતાન મેળાના” ઈત્યાદિ–
સંતાનકમે (ગેત્ર નામ કર્મના ઉદયથી પ્રાપ્ત વંશપરમ્પરાથી) આગત જીવનું જે આચરણ વિશેષ છે તેને ગોત્ર કહે છે. જ્યાં ઉચ્ચ આચરણ થાય છે તે ઉચ્ચ ગેત્ર છે, અને જ્યાં નીચ આચરણ થાય છે, તે નીચ ગોત્ર છે.
દાતા અને પ્રતિગ્રાહકની વચ્ચે વિન (અન્તરાય) રૂપે આવી પડનાર કર્મના નામ આન્તરાયિક કર્મ છે. જેમકે રાજા કોઈને દાન દેવાનું કહે છે. પણ ભંડારી તેમાં વચ્ચે વિન ઊભું કરે તે યાચકને દાન પ્રાપ્તિમાં અન્તરાય ઊભે થાય છે, એ જ પ્રમાણે આ કર્મ દાનાદિકમાં અન્તરાયજનક હોવાથી તેને અન્તરાય કર્મ કહે છે. કહ્યું પણ છે–“aહ રાજા વાળાઓ ઈત્યાદિ–
તે અન્તરાય કર્મને નીચે પ્રમાણે બે પ્રકાર છે-(૧) પ્રત્યુત્પન્ન વિનાશિત અને (૨) પિહિતાગામિપથ. જેના દ્વારા વર્તમાનકાળમાં પ્રાપ્ત થનાર અર્થ (દ્રવ્ય) ને નષ્ટ કરી નાખવામાં આવે છે એવા અન્તરાય કર્મનું નામ પ્રત્યત્પન્ન વિનાશિત છે. તથા જેના દ્વારા ભવિષ્યમાં પ્રાપ્ત થનાર અર્થ (દ્રવ્યલાભાદિ) ને માર્ગ અટકાવી દેવામાં આવે છે, તે કર્મનું નામ પિહિતાગામિપથ અન્તરાય કર્મ છે. એ સૂ. ૪૮ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧
૨ ૨ ૨