Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
જ્ઞાનાવરણીયાદિ કર્મોક દૈવિધ્યકા નિરૂપણ
ઉપર કહેલ અને પ્રકારનો મોહ જ્ઞાનાવરણાદિ કર્મોનું કારણ હોય છે તે કારણે સૂત્રકાર જ્ઞાનાવરણાદિ કર્મોની દ્વિવિધતા નીચેનાં આઠ સૂત્રો દ્વારા પ્રકટ કરે છે.
TIMાવળિજે જન્મે દુવિ Homત્ત” ઈત્યાદિ ટીકાર્થ-જ્ઞાનાવરણીય કર્મના બે પ્રકાર કહ્યા છે. આ જ્ઞાનાવરણીય કર્મ આત્માના ગુણને આચ્છાદિત કરી નાખે છે, તેથી તેને પટની (પર્દાની) ઉપમા આપી છે. કહ્યું પણ છે કે-“વર કાર સહિ નિર્માચરસ્ત” ઈત્યાદિ–
એટલે કે જેવી રીતે પાઁ વસ્તુને ઢાંકી દે છે, એ જ પ્રમાણે આ જ્ઞાનાવરણીય કર્મ પણ શરદકમળના ચન્દ્રમા જેવાં નિર્મળ જીવના જ્ઞાનગણને પણ ઢાંકી દે છે, આ રીતે જ્ઞાનનું આવારક (ઢાંકી દેનાર ) હોવાથી આ કર્મને જ્ઞાનાવરણીય કર્મ કહે છે. તે જ્ઞાનાવરણીય કર્મના બે ભેદ નીચે પ્રમાણે છે.(૧) દેશ જ્ઞાનાવરણીય અને (૨) સર્વ જ્ઞાનાવરણીય. જેના દ્વારા જ્ઞાનના એક દેશ રૂપ આભિનિબેહિક આદિ જ્ઞાનેને આવૃત (આચ્છાદિત) કરી નાખવામાં આવે છે, તે કર્મનું નામ દેશજ્ઞાનાવરણીય છે. તથા જેના દ્વારા કેવળજ્ઞાનને આવૃત કરવામાં આવે છે, તે કર્મનું નામ સર્વ જ્ઞાનાવરણીય છે. સર્ય સમાન કેવળજ્ઞાનનું આવારક કેવલાવરણીય કર્મ સાન્દ્ર (ઘન) મેઘવૃન્દના જેવું છે, તેથી તેને સર્વ જ્ઞાનાવરણ રૂપ કહેલ છે. મતિજ્ઞાનાવરણ આદિ ઘન (વાદળેથી) આચ્છાદિત સૂર્યની ઈમ્પ્રભા જેવાં કેવળજ્ઞાન દેશના ચટ્ટાઈ, દિવાલ આદિ આવરણતુલ્ય છે, તેથી તે દેશ જ્ઞાનાવરણ રૂપ છે. તથા સામાન્ય અર્થબોધરૂપ દર્શનનું આવરણ કર્તા દર્શનાવરણય કર્મ છે. કહ્યું પણ છે– “હંસાલી નીવે” ઈત્યાદિ–
જેવી રીતે દ્વારપાલ રાજા આદિના દર્શન કરવા જનારને રોકે છે, એજ પ્રમાણે આ દર્શનાવરણીય કર્મ પણ આત્માના દર્શનગુણને રોકે છે–તેનાં દર્શન કરવા દેતું નથી. તેના પણ દેશ દર્શનાવરણીય અને સર્વ દર્શનાવરણીય નામના બે ભેદ છે ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અને અવધિદર્શનને રોકના જે દર્શનાવરણીય કર્મ છે, તેને દેશ દર્શનાવરણીય કર્મ કહે છે. એટલે કે ચક્ષુ દર્શનાવરણીય, અચક્ષુ દર્શનાવરણીય, અને અવધિ દર્શનાવરણીય કર્મોને દેશ દર્શનાવરણીય કહે છે. નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલાપ્રચલા, સત્યાનદ્ધિ અને કેવલ દર્શનાવરણય, આ દર્શનાવરણીયને સર્વ દર્શનાવરણીય કહે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧