Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
નથી–આ મરણથી મરવાને પણ નિષેધ કર્યો છે. શ્રમણ ભગવાન મહાવીર નીચેના બે પ્રકારના મરણે પણ શ્રમણ નિગ્રો માટે અનુપાદેય-નિષિદ્ધ, કહ્યાં છે (૧) વૈહાયસ મરણ (૨) ગૃધ્રપૃષ્ઠ મરણ. ગળામાં ફાં લગાવીને મરવું તેનું નામ વિહાયસ મરણ છે. જેમકે ઝાડની ડાળી આદિમાં દોરડું બાંધીને તેને ગાળિયામાં ગળ લટકાવીને ફાંસો ખાઈને મરવું, તે પ્રકારના મરણને વૈહાયસ મરણ કહે છે. જે મરણમાં મરતાં જીવના ભક્ષણને માટે ગીધ, સમડી આદિ છે એકઠાં થાય છે તે મરણને ગૃધપૃષ્ઠ મરણ કહે છે. આ પ્રકારના મરણથી મરતી વ્યકિતના શરીર પર લાખના રસની પણિકાને પટ લગાડવામાં આવે છે. તેથી તે શરીરના પૃષ્ટાદિ ભાગે ગીધ આદિ દ્વારા ખવાઈ જાય છે. આ પ્રકારના મરણ દ્વારા મરતે જીવ આ પ્રમાણે પણ કરે છે
- જ્યારે તે વિશિષ્ટ શકિતસંપન્ન જીવ મરવાની ઈચ્છાવાળે બને છે ત્યારે તે પોતાના શરીરને મૃત હાથી આદિના કલેવરમાં નાખી દે છે. ગીધ આદિ માંસભક્ષક છે જ્યારે તે હાથી આદિના શરીરનું માંસ ખાવા આવે છે, ત્યારે તે મૃત્યુ કલેવરમાં રહેલા તે શરીરના પીઠ આદિ ભાગોનું માંસ પણ તેમના દ્વારા ખવાય છે. આ પ્રકારનું મરણ કર્મનિર્જરાના મુખ્ય કારણરૂપ હોય છે. મહાશકિતશાળી પુરુષ જ આ પ્રકારના મરણથી મરી શકે છે-કાયરે તે આ મરણ કરવાની હિંમત જ કરી શકતા નથી.
પરન્તુ અમુક સંજોગોમાં આ બન્ને મરણેને નિષેધ નથી–દર્શનમાલિન્ય, શીલભંગ આદિ રૂપ કારણે ઉપસ્થિત થાય ત્યારે તેમની રક્ષાને માટે તે બને પ્રકારના મરણને નિષેધ નથી. જેમકે ઉદાયિતૃપાનુભૂત તથાવિક આચાર્યનું મરણું. કહ્યું પણ છે કે –“નાડુમાં ” ઈત્યાદિ.
આ સૂત્રમાં કહ્યા અનુસાર ગીધાદિ દ્વારા શરીરનું ભક્ષણ કરાવવાથી જે મરણ થાય છે તેને અપ્રશસ્ત કહેવામાં આવેલ છે. હવે સૂત્રકાર પ્રશસ્ત મરણની પ્રરૂપણ કરે છે –“ો મારું” ઈત્યાદિ–
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૨૧૬