Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પ્રકારના શરીરેથી જેમના આત્મપ્રદેશ યુક્ત થઈ રહ્યા છે એવાં છે, અને અશરીરી જીવ-શરીર રહિત સિદ્ધ જીવ, | સૂ. ૪૪ છે
તે સંસારી જીવ અને સિદ્ધ જીવ અનુક્રમે મરણધર્મ અને અમરણ ધર્મશીલ હોય છે. મરણના પ્રશસ્ત અને અપ્રશસ્ત, એવા બે ભેદ છે.
પ્રશસ્ત-અપ્રશસ્ત મરણકા નિરૂપણ
સૂત્રકાર હવે નીચેનાં નવ સૂત્ર દ્વારા તે મરણનું નિરૂપણ કરે છે
તો મારું મળેf માવયા મહાવીરેoi” ઈત્યાદિ– ટકા–શ્રમણ ભગવાન મહાવીરે બે પ્રકારના મરણેને શ્રમણ નિગ્રંથ માટે ઉપાદેયરૂપ કહ્યાં નથી, તે મરણને તેમણે ઉપાદેય રૂપે નિરૂપિત કર્યો નથી, વ્યક્ત વચને દ્વારા તેમને પ્રરૂપિત કર્યા નથી, તેમની પ્રશંસા (શ્લાઘા) કરી નથી, તેમની અનુમોદના કરી નથી. તે બે મરણે નીચે પ્રમાણે સમજવા. (૧) વલમ્મરણ (૨) વશાનંમરણ. સંયમથી ભ્રષ્ટ થયેલા જીનાં જે મરણ થાય છે તે મરણને વલમ્મરણ કહે છે. આ પ્રકારના મરણ ભગ્નત્રત પરિણામવાળા વતી ના જ થાય છે, કારણ કે અન્ય જીવોમાં તે સંયમયેગોની સંભાવના જ હોતી નથી. સળગતા દીવાની તરફ આકર્ષાઈને મરણ પામતાં પત ગયાઓની જેમ ઇન્દ્રિયને અધીન બનેલાં જીવનાં જે મરણ થાય છે તે મરણનું નામ વશાર્તામરણ છે. કહ્યું પણ છે કે-સંજ્ઞમનોવિસ” ઈત્યાદિ.
સંયમયોગથી વિષણ (ભ્રષ્ટ) થયેલા જીવનું જે મરણ થાય છે તે મરણને વલયમરણ કહે છે, અને ઇન્દ્રિયેના વિષથી આ બનેલા જીનું જે મરણ થાય છે તે મરણને વશાત્તમરણ કહે છે. “gવ નિચાળામા આ પૂર્વોક્ત આલાપકના જેવું જ કથન હવેનાં સૂત્રોમાં પણ ગ્રહણ કરવું જોઈએ. એટલે કે નિદાન મરણ અને તદુભવ મરણ પણ શ્રમણ નિરો ને માટે ભગવાન મહાવીરે સારું કહ્યું નથી. જે રીતે કુહાડી વડે લતાને કાપી
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૨૧૪