Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પ્રયુતાંગનું એક પ્રયુત થાય છે. ૮૪ લાખ પ્રયુતનું એક ચૂલિકાંગ થાય છે અને ૮૪ લાખ ચૂલિકાંગની એક ચૂલિકા થાય છે. ૮૪ લાખ ચૂલિકાનું એક શીર્ષપ્રહેલિકાંગ થાય છે અને ૮૪ લાખ શીર્ષ પ્રહેલિકાંગની એક શીર્ષપ્રહેલિકા થાય છે. અહીં સુધીનું લૌકિક ગણિત છે. પપમ આદિ લેકેત્તર ગણિત (ગણતરી) છે.
શીર્ષપ્રહેલિકા નામને જે કાળ છે તે ૧૯૪ અંકેવાળી સંખ્યા (વર્ષોને હિસાબે) છે. ગાથા-“ દિકર કાળા ગુovi” ઈત્યાદિ. ઈચ્છિત સ્થાનથી ઘેરાસી લાખને ગુણાકાર કરે, જેટલીવાર ગુણશે તેટલીવાર પૂર્વીગ આદિની સંખ્યા જણાઈ આવશે. અર્થાત્ પૂર્વાગ આદિમાં જેની સંખ્યા જાણવાની ઈચ્છા હોય તેને ચોર્યાસી લાખથી ગુણવાથી આગલાની સંખ્યા આવી જશે. જેમકે પૂર્વીગને ચોરાસી લાખથી ગુણવાથી પૂર્વની સંખ્યા આવી જશે. પૂર્વને ચોર્યાસી લાખથી ગુણવાથી ત્રુટિતાંગની સંખ્યા આવી જશે ત્રુટિતાંગને ચોર્યાસી લાખથી ગુણવાથી ત્રુટિની સંખ્યા આવી જશે. ઈત્યાદિ સમજી લેવું. શીર્ષપ્રહેલિકા પર્યાના કાળને સાંવ્યાવહારિક કાળ-સંખ્યાતકાળ કહ્યો છે. તે સંખ્યાતકાળ દ્વારા પહેલી પૃથ્વીના નારકેના, ભવનપતિઓના, વ્યતરાના, ભરતક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રમાં સુષમદુષમાના પશ્ચિમ ભાગમાં વર્તમાન (વિદ્યમાન) મનુષ્ય અને તિર્ય. ચેના આયુનું પ્રમાણ માપી શકાય છે.
વળી શીર્ષપ્રહલિકા પછી પણ સંખ્યાતકાળ છે, પરંતુ તે અનતિશાયી (અતિશયજ્ઞાન વિનાના) જીના વ્યવહારના વિષયરૂપ હેતા નથી, એમ સમજીને જ તેને ઉપમા દ્વારા બતાવવામાં આવ્યું છે. એ વાતને બતાવવાને માટે શીર્ષપ્રહેલિકાથી આગળના કાળને પલ્યોપમ આદિપે પ્રકટ કરવામાં આ વેલ છે. પલ્યની (માટે ખાડે) સાથે જેની ઉપમા આપી શકાય છે તેવા કાળને પલ્યોપમ કાળ કહે છે. તે પાપમરૂપ કાળ અસંખ્યાત કેટ કેટ વર્ષપ્રમાણવાળા હોય છે. જે કાળને સાગરની ઉપમા આપી શકાય છે. એવા કાળનું નામ સાગરોપમ કાળ છે. દશ કટિ કટિ પાપમનો એકસાગરપમ કાળ થાય છે. ૧૦ કોડા કેડીસાગરોપમની એક ઉત્સર્પિણી થાય છે અને એટલા જ (૧૦) કેડાડી સાગરોપમની એક અવસર્પિણ થાય છે. સૂ. ૩૭
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૧ ૯૯