Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
અને અમિતવાહન છે. વાયુકુમારાના એ ઇન્દ્રોનાં નામ વેલમ્બ અને પ્રભજન છે. સ્તનિતકુમારાના એ ઇન્દ્રોનાં નામ ઘેષ અને મહાધેાષ છે. ૫ ૧૦૫
પિશાચાના એ ઇન્દ્રાનાં નામ કાળ અને મહાકાળ છે. ભૂતાનાં ઇન્દ્રાનાં નામ સુરૂપ અને પ્રતિરૂપ છે. યક્ષાનાં બે ન્દ્રોનાં નામ પૂભદ્ર અને મણિભદ્ર છે. રાક્ષસેના એ ઇન્દ્રેનાં નામ ભીમ અને મહાભીમ છે. કિન્નરૈના એ ઇન્દ્રાનાં નામ કિન્નર અને કિંપુરુષ છે. કિંપુરુષાનાં એ ઇન્દ્રોનાં નામ સત્પુરુષ અને મહાપુરુષ છે. મહેારગેાના બે ઈન્દ્રેનાં નામ અતિકાય અને મહાકાય છે. ગધાના એ ઇન્દ્રોનાં નામ ગીતતિ અને ગીતયશ છે. ૫ ૮ !
અપ્રજ્ઞસિકના એ ઇન્દ્રોનાં નામ સન્નિહિત અને સામાન્ય છે. પચપ્રજ્ઞપ્તિકના એ ઈન્દ્રોનાં નામ ધાતા અને વિધાતા છે. ઋષિવાદનાં એ ઈન્દ્રનાં નામ ઋષિઅને ઋષિ પાલક છે. ભૂતવાદીના એ ઇન્દ્રાનાં નામ ઇશ્વર અને મહેશ્વર છે, કેન્દ્રિતના એ ઈન્દ્રાનાં નામ સુવત્સ અને વિશાલ છે. મહાકન્દ્રિતાનાં નામ હાસ્ય અને હાસ્યરતિ કહ્યાં છે. કૂષ્માંડના એ ઇન્દ્રેનાં નામ શ્વેત અને મહાદ્વૈત કહ્યાં છે. ! છ !! પતગ અને પતગાપતિ એ એ પતંગના ઇન્દ્રા કહ્યાં છે. ! ૮ 0
જ્યાતિષ્ઠ દેવાના એ ઇન્દ્રનાં નામ નીચે પ્રમાણે છે-(૧) ચન્દ્ર અને (૨) સૂર્ય સૌધર્મ અને ઈશાન ઇન્દ્રોનાં નામ શકે અને ઈશાન કહ્યાં છે. એજ પ્રમાણે સનકુમાર અને માહેન્દ્ર કલ્પના ઇન્દ્રોનાં નામ સનત્કુમાર અને માહેન્દ્ર કહ્યાં છે. બ્રહ્મવેાક અને લાન્તક કલ્પના ઇન્દ્રોનાં નામ બ્રહ્મ અને લાન્તક છે. મહાશુષ્ક અને સહસ્રાર કલ્પના ઈન્દ્રોનાં નામ મહાશુક્ર અને સહસ્રાર છે. આનત, પ્રણત, આરણુ, અચ્યુત, આ કાના એ ઇન્દ્રોનાં નામ પ્રાણત અને અચ્યુત કહ્યા છે ! ૧૦ ॥ મહાશુક્ર અને સહસ્રાર કલ્પાના વિમાના હારિદ્ર (પીળા ) અને સફેદ વણુવાળાં કહ્યાં છે. ઝેવેયકવાસી દેવાના શરીરનું પ્રમાણ એ રદ્ઘિપ્રમાણુ કહ્યું છે.
અસુરકુમારથી લઈને સ્તનિતકુમાર સુધીના દશ ભવનપતિનિકાયાના ૨૦ ઈન્દ્રો છે. મેરુની દક્ષિણ અને ઉત્તર દિશાના અપેક્ષાએ ભવનપતિનિકાયના બે પ્રકાર પડી જાય છે. દક્ષિણ દિશાવર્તી જે ભવનપતિ નિકાય છે તેને ઈન્દ્ર ચમર છે અને ઉત્તર દિશાવર્તી જે ભવનપતિ નિકાય છે તેને ઈન્દ્ર બલિ છે. એજ પ્રમાણે નાગકુમાર આદિના વિષયમાં પણ સમજવું. દક્ષિણ અને ઉત્તર દિશામાં રહેનારા નાથકુમારેશના ઈન્દ્રોનાં નામ અનુક્રમે ધરણુ અને ભૂતાન સમજવા, એજ પ્રમાણે બાકીના સુપ કુમાર આદિના ઉત્તર અને દક્ષિણના ઇન્દ્રો વિષે પણ સમજવું.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૧૯૩