Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
છે, તે આરાના મનુષ્યના શરીરની ઉંચાઈ ત્રણ ગાઉ જેટલી હોય છે અને આયુ ત્રણ પપમનું હોય છે
મહાવિદેહ ક્ષેત્રમાં સદા અવસર્પિણીને એથે આરો જ પ્રવર્તતે હોય છે, તે આરાને દુષમ સુષમાકાળ કહે છે. તે વિદેહક્ષેત્રના પૂર્વ વિદેહ અને પશ્ચિમ વિદેહ નામના બે ભાગ છે હૈમવત, હરિ અને દેવકુરુ, એ જંબુદ્વીપના મદર પર્વતની દક્ષિણ દિશા તરફ આવેલાં ગે છે. આ હૈમવત ક્ષેત્રમાં સદા ઉત્સર્પિણીને ચોથે અને અવસર્પિણીને ત્રીજો કાળ જ પ્રવર્તે છે, તે કાળને દુષમ સુષમાકાળ કહે છે, હરિવર્ષ ક્ષેત્રમાં સદા ઉત્સર્પિણીને પાંચમે અને અવસર્પિણને બીજો કાળ-સુષમાં પ્રવર્તે છે. દેવકુરુમાં નિરંતર ઉત્સર્પિણને પ્રથમકાળ અને અવસર્પિણીને છઠ્ઠ કાળ પ્રવર્તે છે. હરણ્યવતમાં હેમવત ક્ષેત્રને કાળ સદા પ્રવર્તે છે. રમ્યક વર્ષમાં હરિવર્ષ ક્ષેત્રના જે કાળ, અને ઉત્તર દેવકને જે કાળ સદા પ્રવર્તે છે. ભરતક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રમાં જ તીર્થકર, ચકવર્તી, બલદેવ, અને વાસુદેવ વગેરે ૬૩ શલાકાના પુરુષો ઉત્પન્ન થાય છે. તેઓ ત્યાં અવસર્પિણીના ચેથા કાળમાં (દુષમ સુષમામાં) જ ઉત્પન્ન થાય છે, બીજા કઈ પણ કાળમાં ઉત્પન્ન થતા નથી અને અન્ય ક્ષેત્રોમાં પણ ઉત્પન્ન થતા નથી. ભારત અને ઐરવત ક્ષેત્રમાં પણ તેઓ અન્ય કોઈ પણ કાળમાં ઉત્પન્ન થતા નથી. વિદેહ ક્ષેત્રમાં નિષેધ નથી. આ સમસ્ત વિષયને હદયમાં ઉતારવામાં આવે તે આ સૂત્રને ભાવ સરળ થઈ જાય છે. . સૂ. ૩૩
કાલકેવ્યઝક જ્યોતિષ્ઠોં કા નિરૂપણ
જબૂદ્વીપમાં કાળના દ્વારા થનારા દ્રવ્યપર્યાયનું કથન પહેલાના સૂત્રમાં કરવામાં આવ્યું છે. હવે તે કાળના ગંજક જે જ્યોતિષ્ક છે તેમની અહીં દ્વિસ્થાનના અનુરોધને લઈને પ્રરૂપણા કરવામાં આવે છે–
“જીવે રીલે” ઈત્યાદિ–
ટીકા--આ સૂત્રપાઠથી લઈને “રો માયઝ” પર્યન્તના અતિમ સૂત્રને ભાવાર્થ ઘણે જ સરળ છે. વિશેષ કથન નીચે પ્રમાણે સમજવું–
જંબુદ્વિપ નામના આ દ્વીપમાં બે ચંદ્રમા છે. ભૂતકાળમાં તે બનને ચન્દ્ર અહીં પ્રકાશતા હતા, વર્તમાનમાં પણ તેઓ અહીં પ્રકાશે છે અને ભવિષ્યમાં પણ પ્રકાશિત રહેશે. આ રીતે ત્રણે કાળને અનુલક્ષીને આ સૂત્રનું કથન કરાયું છે, આ કથન દ્વારા એ વાત પ્રકટ કરવામાં આવી છે કે જે બૂઢીપમાં
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૧૮ ૩