Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આવેલાં છે, તે બન્ને ક્ષેત્રે પણ બસમ આદિ પૂર્વોક્ત વિશેષણોવાળાં છે. ત્યાં પણ કૂટશામલિ અને મહાપદ્મવૃક્ષ છે અને તેમાં નિવાસ કરનારા ગરુડ
ચદેવ અને પુડરીક નામના દે છે, તે ક્ષેત્રેનાં નામ પણ ભરત અને એરવત એક જ છે. પુરવર પાર્ધમાં આ રીતે બે ભરતક્ષેત્ર, બે એરવત ક્ષેત્ર આદિ છે. અહીં આદિ પદ દ્વારા એ પ્રકટ કરવામાં આવ્યું છે કે ત્યાં “બે મન્દર છે અને બે મન્દરચૂલિકા” પર્યન્તનું ઉપર્યુકત બધું છે. પુષ્કરવર દ્વીપની હિમા એ ગમ્યુનિ (કેશ) પ્રમાણ ઊંચી છે. જેટલાં દ્વીપો અને સમુદ્રો છે તે બધાંની વેદિકાની ઊંચાઈ બબ્બે ગભૂતિપ્રમાણ સમજવી.
ટીકાર્ય–આ ૩૫ મું સૂત્ર છે કે સુગમ છે, તે પણ તેમાં જે વિશેકતા છે તે આ પ્રમાણે છે-વેદિક પદના પ્રયોગ દ્વારા અહીં પદ્મવર વેદિક
હીત કરવામાં આવેલ છે. તે પદ્મવર વેદિકા ૫૦૦ ધનુષના વિસ્તારવાળી (પહેલાઇવાળી) છે.
જંબુદ્વીપની જગતીના (કોટન) બહુમધ્ય દેશભાગમાં તે આવેલી છે. તેથી પરિક્ષેપ (પરિધિ) ની અપેક્ષાએ તે જગતી પ્રમાણ છે. તેથી બને તરફ વનખંડ (વનખંડ) છે. ગવાક્ષો, સુવર્ણની નાની નાની ઘંટડીએ, અને ઘટેથી તે પરિમંડિત (વીંટળાયેલી) છે. દેવોનાં આસન, શયન આદિપ વિવિધ પ્રકારની ક્રીડાઓ માટે તે સ્થાનરૂપ છે, તેની ઊંચાઈ બે કેશની છે. જબ. દ્વીપને વીંટળાયેલ લવણસમુદ્ર છે. તેથી હવે સૂત્રકાર તે લવણસમુદ્રની વકત વ્યતાનું કથન કરે છે, ચક્રવાલ વિષ્કભની અપેક્ષાએ લવણસમુદ્રને વિસ્તાર જંબુદ્વિપના વિસ્તાર કરતાં બમણે છે, એટલે કે લવણસમુદ્રને વિસ્તાર બે લાખ જનને છે. તેની વેદિકા પણ જંબુદ્વીપની વેદિકાના જેટલા જ વિસ્તારવાની છે. ધાતકીખંડમાં અનેક પ્રકારના ધાતકી નામના વૃક્ષને સમુદાય છે. તેથી તેનું નામ ધાતકીખંડ પડયું છે. ધાતકીખંડ નામને તે દ્વીપને આકાર વલયના જે છે, તે ધાતકીખંડ દ્વીપમાં હિમવન આદિ વર્ષધર પતે જંબૂીદ્વીપની જેમ જ પૂર્વથી પશ્ચિમ તરફ આવેલાં છે. ત્યાં પણ ભરત આદિ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૧૮૭