Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
હેવાથી પહેલા અને છેલ્લા કૂટને જ ગ્રહણ કરવામાં આવેલ છે, કારણ કે જે વર્ણન થાય છે તે વક્તાની વિવક્ષાને આધીન હોય છે. કહ્યું પણ છે કે –
રઘટ્ટ રંargi” ઈત્યાદિ. તેથી જ વક્તાએ (સૂત્રકાર) આદિ અને અતના બે કૂટોને ગ્રહણ કરીને અહીં તેમનું વર્ણન કર્યું છે. મહાહિમવાન નામના વર્ષધર પર્વત પર મહાહિમવલ્ફટ અને વૈર્યકૂટ નામના બે ફૂટ છે. અહીં સિદ્ધ આદિથી લઈને વિરૃર્ય પર્વતના આઠ ફૂટ છે, પરંતુ દ્રિસ્થાનકને અધિકાર ચાલતું હોવાથી અહીં પણ પ્રથમ અને છેલા કૂટની જ વાત કર. વામાં આવી છે. આ પ્રકારનું કથન આગળ પણ સમજી લેવું નિષધ પર્વત પર નિષધકૃટ અને કમ્રભકૂટ નામના બે ફૂટ છે. જંબુદ્વીપના મદર પર્વતની ઉત્તર દિશામાં નીલવાન પર્વત પર નલકૂટ અને ઉપદર્શનકૂટ નામના બે ફૂટ છે. રુકિમ પર્વત પર શિખરિફૂટ અને તિચ્છિકૂટ નામના બે ફૂટ છે. સૂ ૩૧
પદ્મદાદિ દ્રહકે દૈવિધ્યકા નિરૂપણ
“ધૂમંતરણ પશ્વચR” ઈત્યાદિ–
ટકાઈ–બુદ્ધીવમાં આવેલા સુમેરુ પર્વતની ઉત્તર દિશામાં અને દક્ષિણ દિશામાં આવેલા ક્ષુદ્રહિમવાનું અને શિખરી પર્વત પર બે મહા હદ (સરોવર) છે. તે બને હદ બહુ સમતૂલ્ય આદિ પૂર્વોક્ત વિશેષણોવાળાં છે–લંબાઈ, પહેળાઈ, ઉંચાઈ ઉધ, સંસ્થાન અને પરિધિની અપેક્ષાએ તેઓ સમાન છે. તેમના નામ નીચે પ્રમાણે છે-(૧) પદ્ધ હદ અને (૨) પુંડરીક હદ, તેમાં શ્રી અને લક્ષ્મી નામની બે દેવીઓ નિવાસ કરે છે. તે બન્ને દેવીઓ મહદ્ધિક આદિ વિશેષણોથી યુક્ત છે અને તેમની સ્થિતિ એક પોપમની છે. એજ પ્રમાણે મહાહિમવાનું અને રુકિમ પર્વતો પર બે મહા હદ છે. તેમનાં નામ મહા પદ્ધ અને મહા પુંડરીક છે. તે બને હદે પણ બસમ આદિ વિશેષોથી યુક્ત હોવાથી એકસરખાં લાગે છે, તેમાં અનુક્રમે હી અને બુદ્ધિ નામની બે દેવીઓ નિવાસ કરે છે. એ જ પ્રમાણે નિષધ પર્વત અને નીલ પર્વતપર તિમિહદ અને કેશરીહદ નામના બે હદ છે. તેમાં ધૃતિદેવી અને કીર્તિદેવી નામની બે દેવીઓ નિવાસ કરે છે.
જબૂદ્વીપમાં આવેલા સુમેરુ પર્વતની દક્ષિણ દિશા તરફ આવેલા મહા
શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧
૧૭૭