Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
છે અને ઉત્તર દિશા તરફ રુકિમ પર્વત છે. આ પ્રકારનું કથન નિષધ અને નીલવન્ત પર્વતના વિષયમાં પણ સમજી લેવું. તેમની લંબાઈ, પહોળાઈ આદિનું વર્ણન અન્ય શાસ્ત્રોમાંથી જાણી લેવું.
તદ્વિગુણિલુણવિસ્તાર વધાવિદેહાન્નાઆ સૂત્રનું તાત્પર્ય એ છે કે વિદેહક્ષેત્ર પર્યન્તમાં પર્વત અને ક્ષેત્ર ભરતક્ષેત્ર કરતાં બમણું બમણાં વિસ્તારવાળાં છે. જંબૂદ્વીપના ભરતક્ષેત્રને વિસ્તાર ૫૨૬ જન અને ૬ કલા પ્રમાણે છે. તેનાથી બમણે વિસ્તાર હિમાવાન પર્વતને છે. હિમવાનું પર્વત કરતાં હૈમવત ક્ષેત્રને વિસ્તાર બમણ છે. હૈમવત ક્ષેત્ર કરતાં મહાહિમવાનું પર્વતને વિસ્તાર બમણે છે. આ રીતે બમણું બમણુને વિસ્તારક્રમ વિદેહ ક્ષેત્ર સમજી લે. મન્દર પતિની ઉત્તર દિશામાં આવેલા ક્ષેત્રોને અને પર્વતને વિસ્તાર દક્ષિણ દિશાના ક્ષેત્રે અને પર્વતના વિસ્તાર એટલે જ છે. જેમકે એરવત ક્ષેત્રને વિસ્તાર ભરતક્ષેત્રના વિસ્તાર જેટલા જ (૫૨૬ જિન ૬ કલાને) છે.
દરેકની પરિધિ આયામ વિધ્વંભ (લંબાઈ, પહોળાઈ) કરતાં બમણી છે. વૃત્તવૈતાઢ્ય પર્વતે પલ્યાકાર છે. વૃત્તવૈતાઢય પર્વત સર્વત્ર એક હજાર યોજના છે અને રજતમય છે. દક્ષિણ દિશા તરફ જે હૈમવત ક્ષેત્ર છે તેમાં શબ્દાપાતી નામને વૃત્તવૈતાઢ્ય પર્વત છે અને ઉત્તર દિશા તરફ જે એરણ્યવત ક્ષેત્ર છે તેમાં વિટાપાતિ નામને વૃત્તવૈતાઢય પર્વત છે. તે વૃત્તવૈતાઢમાં અનુક્રમે સ્વાતિ અને પ્રભાસ નામના મહદ્ધિક આદિ વિશેષ
વાળા બે દેવ વસે છે, તેમની સ્થિતિ એક પલ્યોપમની છે. તેઓ ત્યાં શા કારણે રહે છે? ત્યાં તેમનાં ભવને બનેલાં હોવાથી તેઓ ત્યાં રહે છે. હરિ. વર્ષ ક્ષેત્રમાં ગંધાપાતી, અને રમ્યક વર્ષમાં માલ્યવત્પર્યાય નામના વૃત્તવૈતાઢથે કમશઃ આવેલા છે. તે બનેમાં પૂર્વોક્ત વિશેષણવાળા બે દેવ રહે છે, જેમનાં નામ અનુકમે અરુણુ અને પદ્મ છે.
એજ પ્રમાણે જંબુદ્વીપમાં આવેલા મન્દર પર્વતની દક્ષિણ દિશામાં જે વિદેહ ક્ષેત્રથ દેવકુરુ છે તેની પૂર્વ તરફ અને પશ્ચિમ તરફ અનુક્રમે સૌમનસ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૧૭૫