Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
પણ તે બન્ને ક્ષેત્રમાં સમાન જ છે. બન્ને ક્ષેત્રેની લંબાઈ અને પહોળાઈ પણ સરખી છે–તેમાં કોઈ ભેદ નથી. એ જ પ્રમાણે ઉંચાઈમાં, ગાંભીર્યમાં, સંસ્થાનમાં (આરેપિત જ્યા ધનુષાકાર આકૃતિમાં) અને પરિધિમાં પણ તે અને ક્ષેત્ર સમાન છે. “મારદે રે ઘરવા જેવ” આ સૂત્રપાઠ દ્વારા સૂત્રકારે પરસ્પરમાં સમાનતાવાળા તે બન્ને ક્ષેત્રોનાં નામ “ભરતક્ષેત્ર અને અરવત ક્ષેત્ર” પ્રકટ કર્યા છે. “gવે ઘણાં અમિઢાવેલું ફ્રેમવા રેવન્નવા જેવા ઈત્યાદિ–
આ પ્રકારના કથન દ્વારા હૈમવત અને હરણ્યવત ક્ષેત્રમાં પણ સમાનતા સમજવી. હરિવર્ષ અને રમ્યકવષ ક્ષેત્રમાં પણ સમાનતા સમજવી. દેવકુરુમાં જ કટ શામલિ” નામનું વૃક્ષ છે અને ઉત્તરકુરુમાં જનૂ નામનું વૃક્ષ છે. તેનું બીજું નામ સુદર્શન પણ છે. તે વૃક્ષેમાં બે દેવ રહે છે. તે બન્ને દે મહા ઋદ્ધિવાળા, મહા શુતિવાળા, મહાનુભાગવાળા, મહા બળસંપન્ન, મહા યશ સંપન્નઅને મહા સુખ સંપન્ન છે. મહદ્ધિક (મહા અદ્ધિવાળા) પદના પ્રયેાગ દ્વારા એ વાત પ્રકટ કરવામાં આવી છે કે તે બને દેવે વિમાનાદિરૂપ વિપુલ સંપત્તિવાળા છે. મહાદ્યુતિક પદના પ્રાગ દ્વારા એ વાત પ્રકટ કરવામાં આવી છે કે તે બને દેવ અધિક શરીરાભરણ આદિની કાન્તિથી યુક્ત છે. મહાનુભાગ શબ્દ દ્વારા એ વાત પ્રકટ કરવામાં આવી છે કે તે અને દેવે વિકુર્વણા આદિ કરવાની અચિન્ય શક્તિવાળા છે, મહાબલ શબ્દ દ્વારા એ વાત પ્રકટ કરવામાં આવી છે કે તે બને દેવે વિશિષ્ટ શરીર સામર્થ્યવાળા છે. મહાયશ શબ્દ દ્વારા એ વાત પ્રકટ કરવામાં આવી છે કે તેઓ વિસ્તીર્ણ શ્લાઘા (પ્રશંસા) થી સંપન્ન છે. તથા મહાસૌખ્ય શબ્દ દ્વારા એ વાત પ્રકટ કરવામાં આવી છે કે તે બન્ને દેવો શાતાવેદનીય જન્ય પ્રભૂત આનંદથી યુક્ત છે. તેમના નામ નીચે પ્રમાણે છે–ગરુડ વેણુદેવ અને અનાદત દેવ. ગરુડ વિષ્ણુદેવ સુપર્ણકુમાર જાતિના દેવ છે અને તે આ કૂટ શામલિ વૃક્ષ પર રહે છે. તથા અનાદત દેવ જખ્ખ સુદર્શના વૃક્ષ પર રહે છે અને જબુદ્વીપના અધિપતિ છે, બાકીના પદની વ્યાખ્યા સરળ છે. જે સૂ. ૩૦ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૧ ૭૦