Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
છે એ જે સૂક્ષ્મ સં૫રાય સરાગ સંયમ છે તેને ચરમ સમય સૂક્ષમ સંપ. રાય સરાગ સંયમ કહે છે. તથા શૈલેશી અવસ્થા કરતાં પૂર્વ ભાગવત જેને ચારિત્ર પ્રાપ્તિની અપેક્ષાએ સમય હોય છે, તેને અચરમ સમય સૂક્ષ્મ સંપરાય સરાગ સંયમ કહે છે, અથવા સૂફમ સં૫રાય સરાગ સંયમના નીચે પ્રમાણે બે ભેદ કહ્યા છે-(૧) સંકિલશ્યમાન અને (૨) વિધ્યમાન
ઉપશમ શ્રેણિથી પતન પામતા જીવમાં સંકિલશ્યમાન સૂક્ષ્મ સંપરાય સરાગસંયમ હોય છે, અને ઉપશમ શ્રેણિ પર આરોહણ કરતા જીવમાં વિશુધ્યમાન સૂકમ સં૫રાય સરાગ સંયમને સદ્ભાવ હોય છે.
બાદર સં૫રાય સરાગ સંયમના પણ બે પ્રકાર છે-(૧) પ્રથમ સમય આદર સંપાય સરાગ સંયમ અને (૨) અપ્રથમ સમય બાદર સં૫રાય સરાગ સંયમ. અહીં સંયમ પ્રતિપત્તિ કાળની અપેક્ષાએ પ્રથમ સમયતા અને અમ. થમ સમયતા સમજવી.
અથવા આ પ્રકારે પણ તેને બે ભેદ કહ્યા છે-(૧) ચરમ સમય બાદર સં૫રાય સરાગ સંયમ અને (૨) અચરમ બાદર સંપાયે સરાગ સંયમ. અહીં ચરમ સમયતા અને અચરમ સમયતાનું કથન જેના અનન્તર (ત્યારબાદ) સૂક્ષ્મ સંપરાયતા અથવા અસંયતતા થશે, તેની અપેક્ષાએ કહેવું જોઈએ. બાકીની વ્યાખ્યા આગળ મુજબ સમજવી. અથવા બાદર સંપરાય સરાગ સંયમના નીચે પ્રમાણે પણ બે ભેદ છે-(૧) પ્રતિપાતિ અને (૨) અપ્રતિપાતિ. ઉપશમકને અથવા અન્યને આ સંયમ પ્રતિપાતિ હોય છે તથા ક્ષેપકને અપ્રતિપાતિ હોય છે.
“વીજાણં” ઈત્યાદિ. વીતરાગ સંયમના નીચે પ્રમાણે બે પ્રકાર છે–(૧) ઉપશાન્ત કષાય વીતરાગ સંયમ અને (૨) ક્ષીણ કષાય વીતરાગ સંયમ. જે જીવ વિદ્યમાન કષાને-માયા લેભ કષાને ઉપશાત કરી નાંખે છે, એટલે કે સંક્રમણ, ઉદ્ધતના, અપવર્તાને આદિ કારણે દ્વારા તેમને ઉદયમાં ન આવી શકે એવાં બનાવી દે છે અથવા પ્રદેશની અપેક્ષાએ પણ તેમને અવેદ્ય કરી નાખે છે, એવાં તે જીવને ઉપશાન્ત કષાય કહે છે. તેથી તે જીવના સંયમને ઉપશાન્ત કષાય વીતરાગ સંયમ કહે છે. આ કથનને ભાવાર્થ એ છે કે ૧૧ માં ગુણસ્થાનમાં જે સંયમ હોય છે, તે સંયમને જ ઉપશાન્ત કષાય વિતરાગ સંયમ કહે છે. જે જીવના કષાય-માયા લેભરૂપ કષાય ક્ષીણ થઈ ગયા હોય છે–નષ્ટ થઈ ગયા હોય છે, એવા જીવને ક્ષીણુ કષાય વીતરાગ સંયમવાળે જીવ કહે છે. આ સંયમની પ્રાપ્તિ ૧૨ માં ગુણસ્થાનવતી જીવને થાય છે. ઉપશાન્ત કષાય વીતરાગ સંયમ પ્રથમ અને અપ્રથમ સમયની અપેક્ષાએ બે પ્રકારને હેય છે. અથવા ચરમ સમય અને અચરમ સમયની અપેક્ષાએ પણ તે બે પ્રકારને હોય છે. ક્ષીણ કષાય વીતરાગ સમયના પણ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૧ ૩૧