Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
બને ભેદનું કથન વૈમાનિક દેવ પર્યન્તના જીવનમાં પણ ગ્રહણ કરવું જોઈએ.૧૪
પાક્ષિક દંડકમાં નારકે બે પ્રકારના કહ્યા છે-(૧) શુકલપાક્ષિક અને (૨) કૃષ્ણપાક્ષિક. વિશુદ્ધ હોવાથી શુકલ જેમને પક્ષ (અયુગમ, માન્યતા) છે, તેમને શુકલપાક્ષિક કહે છે. અથવા આસ્તિક હોવાથી જેઓ વિશુદ્ધોના સમૂહમાં ગણી શકાય એવાં છે તેમને શુકલ પાક્ષિક કહે છે. તેમને સંસાર વધારેમાં વધારે અર્ધ પુદ્ગલ પરાવર્તન કાળ પ્રમાણ હોય છે. તેમનાથી ભિન્ન જે નારકો છે તેમને કૃષ્ણ પાક્ષિક કહે છે. આ બન્ને ભેદેવાળાં જીવે વૈમાનિક દે પર્યન્તના જીવમાં હોય છે. જે ૧૫ છે
ચરમ દંડકમાં નારકે બે પ્રકારના કહ્યા છે–(૧) ચરમ નારક અને (૨) અચરમ નારક. નારકાદિ રૂપ ભવ જેમને ચરમ (અન્તિમ) હોય છે, જે જીવો ફરીથી નારકાદિ ભવમાં ઉત્પન્ન થવાના નથી, તે જીવોને ચરમ નારક કહે છે. જેમ ચરમ નારકે નરક ગતિમાંથી મનુષ્ય ગતિમાં જઈને સિદ્ધિ પ્રાપ્ત કરનારા હોય છે, તે કારણે તેઓ નારકાદિ ભાવ ફરી ગ્રહણ કરતા નથી તેમનાથી ભિન્ન જે નારક હોય છે તેમને અચરમ નારકે કહે છે આ પ્રકારના અને ભેદન કથન વૈમાનિક દેવે પર્યન્તના જી વિષે પણ ગ્રહણ કરવું જોઈએ. ૧૬
આ પ્રકારના ૧૬ દંડકનું કથન અહીં પૂરું થાય છે. ૨૩ છે
અધોલોક જ્ઞાનાદિ વિષયક આત્માને દૈવિધ્યકા નિરૂપણ
પહેલાં એ ઉલ્લેખ થયું છે કે વૈમાનિકે ચરમ પણ હોય છે અને અચરમ પણ હોય છે. તે વૈમાનિકે પિતાના અવધિજ્ઞાનથી અલેક આદિને જાણે છે અને દેખે છે. આ વેદ (જાણવા ) ની અપેક્ષાએ જીવના બે પ્રકાર હોય છે. સૂત્રકાર હવે એજ વાતને પ્રકટ કરે છે–
"दोहि ठाणेहिं आया अहोलोग जाणइ पासइ"
“ો કાળfહું” ઈત્યાદિ ચાર સૂત્ર છે. આત્મગત બે પ્રકારે આત્મા ( અવધિજ્ઞાનધારી જીવ) પિતાના અવધિજ્ઞાન દ્વારા અલકને જાણે છે અને અવધિદર્શન દ્વારા તેને દેખે છે. તે અવધિજ્ઞાની જીવ બે પ્રકારના હોય છે. (૧) સમવહત અને અસમવહત. જ્યારે તે વૈકિય સ મુદ્દઘાત કરે છે ત્યારે તેને સમવહત કહે છે, અને જ્યારે તે વૈકિય સમુદુઘાતથી રહિત હોય છે ત્યારે તેને અસમવહત કહે છે. આ બન્ને પ્રકારની અવસ્થાવાળે અવધિજ્ઞાની આત્મા અલેકને જાણે છે અને દેખે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧
૧૪૯