Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ભવનવાસી દેવેની ઉદ્રના. વન બેનું કહ્યું છે-(૧) જતિષ્કનું ચ્યવન અને વૈમાનિકનું અવન. ગર્ભ બુક્રાન્તિ બેની કહી છે-(૧) મનુષ્યની અને (૨) પંચેન્દ્રિય તિની . ગર્ભસ્થ માંના બે પ્રકારના જીવોને આહાર કહ્યો છે-(૧) મનુષ્યોને અને (૨) પંચેન્દ્રિય તિર્થને ગર્ભસ્થ બે પ્રકારના જીવની વૃદ્ધિ કહી છે-(૧) મનુષ્યની અને (૨) પંચેન્દ્રિય તિર્યંચાની. એજ પ્રમાણે નિવૃદ્ધિનું કથન પણ સમજવું. એજ પ્રમાણે વિદુર્વણ, ગતિપર્યાય, સમુદુઘાત, કાલસંયોગ, આયાતિ અને મરણ વિષે પણ સમજવું. બે જીવોમાંજ ત્વચા અને સંધિબલ્પનને સદ્દભાવ કહેવામાં આવ્યા છે-(૧) મનુષ્યમાં અને (૨) પંચેન્દ્રિય તિયામાં. બે જીવને શુક્ર શેણિતથી ઉત્પન્ન થયેલા કહ્યા છે (૧) મનુષ્ય અને (૨) પંચેન્દ્રિય તિર્યંચની બે પ્રકારની સ્થિતિ કહી છે-(૧) કાયસ્થિતિ અને (૨) ભવસ્થિતિ. બે જીવેની કાયસ્થિતિ કહી છે, (૧) મનુષ્યની અને (૨) પંચેન્દ્રિય તિર્યચેની. બે જીવની ભવરિથતિ કહી છે-(૧) દેવાની અને (૨) નારકેની. આયુષ્ક બે પ્રકારના કહ્યા છે-(૧) અદ્ધાયુષ્ક અને (૨) ભવાયુષ્ક. બે જીના અદૂધાયુષ્ક કહ્યા છે. (૧) મનુષ્યનું અને (૧) પંચેન્દ્રિય તિર્યનું છે જેનું ભવાયુષ્ક કહ્યું છે-(૧) દેતું અને (૨)નારકેનું કર્મ બે પ્રકારના કહ્યા છે પ્રદેશકમ અને (૨) અનુભાવ કર્મ. બે જ યથાયુષ્કનું પાલન કરે છે-(૧) દેવ અને (૨) નારકે. બે જીના આયુષ્યને સંધર્વક કહ્યા છે–(૧) મનુષ્યના અને (ર) પંચેન્દ્રિય તિય"ના. ૨૪
“૩વવાણ' આદિ ૨૪ સૂત્રે અહીં આપવામાં આવ્યા છે તેમને અર્થ સરળ છે. ગર્ભજન્મ અને સંપૂર્ચ્યુન જન્મથી જે જન્મ ભિન્ન હોય છે-વિલક્ષણ પ્રકારને હોય છે, તે જન્મનું નામ “ઉપપાત જન્મ” છે. દેવ અને નારકમાં ઉપપાત જન્મ થાય છે, કારણ કે ઉત્પત્તિસ્થાનમાં રહેલાં વૈક્રિયિક પુદ્ગલેને શરીરરૂપે પરિણુમાવીને તેઓ ઉત્પન્ન થાય છે. ઉત્પત્તિ સ્થાનમાં વક્રિયિક પુદ્ગલેને શરીરરૂપે પરિણુમાવીને ઉત્પન્ન થયું તેનું નામ જ ઉપપાત જન્મ છે. ૧ પિતપોતાની કાયમાંથી (ગતિમાંથી) જીવનું નિર્ગમન થવું (મરણ થવું) તેનું નામ ઉદ્વર્તાના કહે છે. આ ઉદ્વર્તાના પદને પ્રયોગ નારકો ભવનવાસીઓમાં જ થાય છે. વ્યન્તરોમાં પણ ઉદ્વર્તના પદને પ્રયોગ થાય છે, પરંતુ અહીં તેમને સતંત્રરૂપે પ્રકટ ન કરવાનું કારણ એ છે કે ભવનવાસીઓમાં તેમને સમાવેશ થઈ જાય છે. ૨ ચ્યવન પદને પ્રયોગ પણ મરણના અર્થમાં જ થાય છે. તિષ્ક અને વૈમાનિકે સાથે મરણ પદને પ્રયોગ થતો નથી, પણ વન પદને જ પ્રયોગ થાય છે. તે ૩ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧
૧૬૫