Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
વિવેક પ્રતિમા–ત્યાગનું નામ વિવેક છે. તે વિવેકમાં આન્તર કષાયોને, અનુચિત ગણુને, શરીરને, અને ભકતપાન આદિને ત્યાગ કરવામાં આવે છે. આ પ્રકારના વિવેક (ત્યાગ) થી યુક્ત જે પ્રતિમા છે તેને “વિવેક પ્રતિમા કહે છે. જે ૧ કે કાર્યોત્સર્ગ કરે તેનું નામ વ્યુત્સર્ગ પ્રતિમા છે . ૨ | પૂર્વાદિ ચાર દિશાઓમાંની પ્રત્યેક દિશામાં બે દિવસ સુધી ચાર પ્રહર પર્યન્ત કાસર્ગ કરે તેનું નામ ભદ્રા પ્રતિમા છે. સુભદ્રા પ્રતિમા પણ એવી જ છે. જે ૩ મહાભદ્રા પ્રતિમા પણ એવી જ છે, પરંતુ તેમાં ચાર દિન અને ચાર રાત સુધી કાર્યોત્સર્ગ કરાય છે. સર્વતોભદ્ર નામની જે પ્રતિમા છે તેમાં દશ દિશાઓમાંની પ્રત્યેક દિશામાં એક એક દિનરાતને કાયોત્સગ ધારણું કરવામાં આવે છે. આ રીતે આ પ્રતિમાની આરાધનામાં દશ દિન અને દશ રાત સુધી કાર્યોત્સર્ગ ધારણ કરે પડે છે. જ છે મુદ્રિકા અને મહતીના ભેદથી મેકપ્રતિમા બે પ્રકારની કહી છે. તેમના વિષેનું કથન અન્ય શાસ્ત્રોમાંથી જાણી લેવું જોઈએ. જે ૫ છે
“ મા ” ઈત્યાદિ. જે પ્રતિમામાં યવના મધ્યભાગ જેવો મધ્ય હોય છે, તે પ્રતિમાને યવમધ્ય પ્રતિમા કહે છે. આ કથનનું તાત્પર્ય આ પ્રમાણે છે-જેમ યવને મધ્યભાગ સ્કૂલ અને અન્તભાગ પાતળો હોય છે તેમ આ પ્રતિમાના આરંભમાં અને અને ગ્રાસ (કેબીયા) નું પ્રમાણ ન્યૂન હોય છે અને મધ્યકાળે સ્થૂલ પ્રમાણ હોય છે. આ પ્રતિમાનું બીજુ નામ ચન્દ્રપ્રતિમા પણ છે. જેમ ચન્દ્રમાની કળામાં વૃદ્ધિ હાની થાય છે તેમ આ પ્રતિમામાં પણ ગ્રાસેના પ્રમાણમાં વધઘટ થાય છે. આ પ્રતિમા એક માસમાં પૂર્ણ થાય છે. આ પ્રતિમા ધારણ કરનાર જીવ શુકલ પક્ષની એકમે એક શાસન આહાર લે છે, ત્યારબાદ દરરોજ એક એક ગ્રાસની વૃદ્ધિ કરતાં કરતાં પૂનમને દિવસે ૧૫ ગ્રાસને આહાર કરે છે. ત્યારબાદ કૃષ્ણપક્ષની એકમે પણ તે ૧૫ ગ્રાસ પ્રમાણે આહાર લે છે. ત્યારબાદ દરરોજ એક એક ગ્રાસ ઘટાડતાં ઘટાડતાં અમાવાસ્યાને દિવસે તે એક ગ્રાસનો જ આહાર કરે છે. આ પ્રકારની આ પ્રતિમા હોવાથી તેનું નામ યવમધ્યમાં અથવા ચન્દ્રપ્રતિમા પડયું છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧