Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
ત્વને અભાવ હોય છે તેથી તેમને અહીં ગ્રહણ કરવાને નિષેધ કર્યો છે. તથા જે દ્વીન્દ્રિયાદિક છે છે, તેમનામાં સાસ્વાદન સમ્યક્ત્વ પણ હોઈ શકે છે તેથી અહીં “રિચ વન” “એકેન્દ્રિય સિવાયના” જીવેમાં જ આ ભેદે ગ્રહણ કરવાનું સૂચન થયું છે. એ ૧૧ છે
સંસારી દંડકમાં નારકના બે પ્રકાર કહ્યા છે-(૧) પરીત સાંસારિક અને (૨) અનત સાંસારિક. જેમને સંસાર પરિમિત રહી ગયે છે એવાં નારકોને પરીત સાંસારિક કહે છે. અને અભવ્યત્વની અપેક્ષાએ જે નારકેનો સંસાર અન્તરહિત છે, એવાં નારકોને અનન્ત સાંસારિક કહે છે. આ પ્રકારના ભેદનું કથન વૈમાનિકે પર્યન્તના જી વિશે ગ્રહણ કરવું જોઈએ. જે ૧૨
સ્થિતિ દંડકમાં નારકો બે પ્રકારના કહ્યાં છે-(૧) સંખ્યાતકાલ સમય સ્થિતિક (૨) અસંખ્યાતકાલ સમય સ્થિતિક. “કાળ” શબ્દ કૃત્યના અર્થમાં પણ વપરાય છે ‘સમય’ શબ્દ આચારના અર્થમાં પણ વપરાય છે. પરંતુ અહીં એવા કાળસમયની વાત કરી નથી, પરંતુ કાળરૂપ સમય દ્વારા વર્ષ પ્રમાણની અપેક્ષાએ જે સ્થિતિમાં-અવસ્થાનમાં સંખ્યાતકાળને સમય વ્યતીત થ ય છે. એવી સ્થિતિવાળાં નારકને સંખ્યાતકાળ સમય સ્થિતિક કહે છે એટલે કે દશ હજાર વર્ષ આદિની સ્થિતિવાળાં નારકોને સંખ્યાતકાળ સ્થિતિક કહેવામાં આવ્યાં છે, અને જેમની સ્થિતિ પપમ અસંખેય ભાગાદિ રૂપ છે. તેમને અસંખ્યાતકાળ સમય સ્થિતિક નારકે કહ્યા છે. એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય સિવાયના અસુરકુમારોથી લઈને વાન વ્યતર પર્યન્તના જીવનમાં આ બે ભેદનું કથન થવું જોઈએ, કારણ કે તેઓ સંખ્યાત અને અસંખ્યાત એ બન્ને પ્રકારની સ્થિતિવાળાં હોય છે. તિષ્ક અને વૈમાનિક દેવે સંખ્યાત કાળની સ્થિતિવાળા હોતા નથી, તેઓ તે નિયમથી જ અસંખ્યાત કાળની સ્થિતિવાળા હોય છે. મે ૧૩ છે
એધિ દંડકમાં નારકના બે પ્રકાર કહ્યા છે-(૧) સુલભ બોધિક અને (૨) દુર્લભ બોધિક. જેમને જિનધર્મ પ્રાપ્તિરૂપ બોધિ સુલભ છે તે નારકોને સુલભ બોધિક કહે છે, જેમને તે દુર્લભ છે તેમને દુર્લભ બોધિક કહે છે. આ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૧૪૮