Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આ છએ પર્યામિને રચનાકાળ એક અન્તર્મહને હોય છે. તેમાંની આહાર પર્યાપ્તિને કાળ એક જ સમયને છે. “સુવિહા પુરી” અહીંથી શરૂ કરીને “સુવિ રવા” પર્યન્તની સ્ત્રી છે. તે પૃથ્વીકાય આદિ પાંચ પ્રકારના સ્થાવર જીના પરિણત અને અપરિણતના ભેદથી પણ બે પ્રકાર પડે છે. સ્વકાય, પરકાય અને ઉભયકાય રૂપ શસ્ત્રો દ્વારા તે પાંચે પૃથ્વીકાયિક જીવ જ્યારે પરિણામાન્તરને (અન્ય પરિણામને) પ્રાપ્ત કરી રહ્યા હોય છે, એટલે કે જ્યારે તેઓ અચિત્ત હોય છે, ત્યારે તેમને પરિણત કહે છે જે જો આ પ્રકારના નથી, તેમને અપરિણત-સચિત્ત કહે છે. પરિણત અને અપરિણતની વિશેષ વ્યાખ્યા દશવૈકાલિક સૂત્રની ઉપર જે આચાર ચિંતામણી મંજૂષા નામની ટીકા મારા દ્વારા લખવામાં આવી છે તેમાંથી વાંચી લેવી. ત્યાં એ થા અધ્યયનમાં આ વિષયનું વર્ણન કરવામાં આવ્યું છે.
“વા સૂવા” ઈત્યાદિ. અનેક પ્રકારની તે તે પર્યાને જે પ્રાપ્ત કરતાં રહે છે, તે દ્રવ્ય છે. એવાં તે દ્રવ્ય દ્રવ્યજીવ અને પુલરૂપ હોય છે. તે જીવ અને પુલરૂપ દ્રવ્ય પરિણત અને અપરિણતના ભેદથી બે પ્રકારનું છે. જે દ્રવ્ય અવસ્થાન્તર (અન્ય અવસ્થા) પામેલું છે તે દ્રવ્યને પરિણુત દ્રવ્ય કહે છે, અને જે દ્રવ્ય પૂર્વાવસ્થા યુક્ત જ રહે છે તે અપરિણત દ્રવ્ય કહેવાય છે. આ કથનનું તાત્પર્ય એ છે કે જે દ્રવ્ય સચિત્ત છે તે અપરિણત અને જે અચિત્ત છે તે પરિણત દ્રવ્ય છે. “દુવિફા પુત્રી રૂચા” અહીંથી લઈને “દુચિઠ્ઠ હવા” પર્યન્તના છ સૂત્રમાં એ વાતનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે પૃથ્વીકાયિકથી લઈને વનસ્પતિકાયિક પર્યન્તના પાંચ સ્થાવર છે ગતિ સમાપન્નક છે. ગતિ સમાપન્નક તે જ હોય છે કે જેઓ પૃથ્વીકાય આદિ તે તે આયુના ઉદયથી પૃથ્વીકાય આદિ તે તે નામયુક્ત થઈને વિગ્રહગતિ દ્વારા પિતાના ઉત્પત્તિ સ્થાનને પ્રાપ્ત કરે છે, અને જે સ્થિતિવાળાં છે તેઓ અગતિ સમાપન્નક ગણાય છે. છ દ્રવ્ય સૂત્રોમાં ગતિ શબ્દ દ્વારા ગમન માત્ર જ ગૃહીત થયું છે, બાકીનું બધું કથન એવું જ છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૧ ૩૫