Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
સુવિદ્યા” થી શરૂ કરીને દ્રવ્ય સૂત્ર પર્યન્ત ષટુ સૂત્ર છે. તેમાં પૃથ્વીકાયિક જીવને આ રીતે પણ બે પ્રકારના કહ્યા છે-(૧) અનન્તરાવગાઢ અને (૨) પરમ્પરાવગાઢ, જેઓ હમણાં જ કંઈક આકાશ પ્રદેશમાં અવગાઢ થઈને આશ્રય લઈ રહેલાં છે, તેમને અનન્તરાવગાઢ પૃથ્વીકાયિક જીવે કહે છે. તથા જેઓ બે અદિ સમયેમાં અવગાઢ થયાં છે, તેમને પરમ્પરાવગાઢ પ્રકાયિક જી કહે છે. અથવા અમુક ક્ષેત્ર અથવા દ્રવ્યની અપેક્ષાએ જે કોઈ પણ જાતના વ્યવધાન વિના અવગાઢ છે એવાં પૃથ્વીકાયિકને અનન્તરાવગાઢ કહે છે અને તેમનાથી ભિન્ન પૃથ્વીકાયિકોને પરસ્પરાવાઢ કહે છે. એજ પ્રમાણે અપ્રકાયિક, તિજસ્કાયિક, વાયુકાવિક અને વનસ્પતિકાયિક પર્યન્તના જીવ વિષે પણ સમજવું. એ સૂ૦ ૧૭ છે
દ્રવ્યના સ્વરૂપનું કથન સમાપ્ત થયું, હવે સૂત્રકાર અહીં દ્રવ્ય વિશેષ રૂપ કાળની અને આકાશની પ્રરૂપણ કરે છે–
સુવિ જે guળ” ઈત્યાદિ છે ૧૮ ! વસ્તુ જેના દ્વારા નવાજુની થતી લાગે છે, તેનું નામ કાળ છે. અથવા કલનનું (જાણવું) નામ કાળ છે. અથવા સમયાદિ રૂપ કલાઓનું નામ કાળ છે. તકાળ વર્તનાદિ રૂપ હોય છે. આ કથનને ભાવાર્થ એ છે કે કાળ નિશ્ચય અને વ્યવહારની અપેક્ષાએ બે પ્રકારનું છે. વર્તાનાદિ રૂપ કાળને નિશ્ચયકાળ, અને ઘંટાદિ રૂપ કાળને વ્યવહાર કાળ કહે છે. કહ્યું પણ છે કે –
સુત્ર વિક્રાવો” ઈત્યાદિ. આ કાળ ઉત્સપિણું અને અવસર્પિણીના ભેદથી બે પ્રકારને કહ્યું છે. મહાવિદેહ ક્ષેત્રમાં સદા ચતુર્થ કાળ જ અવસ્થિત (વિદ્યમાની રહે છે, તથા ગભૂમિએમાં તૃતીયાદિ કાળ અવસ્થિત રહે છે. આ રીતે બે કાળો સિવાય એક સદા અવસ્થિતરૂપ કાળ પણ હેય છે, છતાં પણ અહીં બે સ્થાનના અનુરેધની અપેક્ષાએ કાળના બે પ્રકાર જ કહેવામાં આવ્યા છે.
સુવિ માણે” ઈત્યાદિ. પિતા પોતાના ગુણપર્યાય રૂપ ધર્મથી યુક્ત જીવાદિક પદાર્થ જ્યાં પ્રકાશિત રહે છે, તે સ્થાનનું નામ આકાશ છે. અથવા સમસ્ત દ્રવ્ય વ્યવસ્થિત રૂપે જ્યાં મેજુદ રહે છે, એક દ્રવ્ય જ્યાં અન્ય દ્રવ્યરૂપ હેતું નથી તે સ્થાનને આકાશ કહે છે. અથવા જ્યાં પ્રત્યેક પદાર્થ પિતપતાના સ્વરૂપે રહે છે. એક બીજાની સાથે સંયોગ થવા છતાં પણ જે એક બીજાના સ્વરૂપમાં બદલાતાં નથી, એવા સ્થાનનું નામ આકાશ છે. અથવા ર સમસ્ત જીને રહેવાને માટે સ્થાન દે છે, તેને આકાશ કહે છે. કહ્યું પણ છે કે-“ અવસાન નોજ ” ઈત્યાદિ.
હું મોrrટ્ટ જavi” આ આકાશ એવું દ્રવ્ય છે કે જે લેક અને અલેકમાં વ્યાપ્ત છે. તેના અનન્ત પ્રદેશ છે અને તે અમૂર્ત છે. તેને બે ભેદ છે-(૧)
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૧૩૬