Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ટીકા-નારક જીવા દ્વિગતિક હાય છે, એટલે કેજ યારે તેએ નારક પર્યાયને છેડે છે ત્યારે કાં તે મનુષ્યગતિમાં જાય છે અને કાં તે પચેન્દ્રિયતિય ચ ગતિમાં જાય છે. એજ પ્રમાણે નારક ગતિમાં આવતા જીવ કાં તા મનુષ્ય ગતિમાંથી અને કાં તે પચેન્દ્રિય ગતિમાંથી આવીને નરકામાં જન્મ ધારણ કરે છે. શકા—મનુષ્ય અને તિચ ગતિમાં રહેલા જીવને માટે “ નારક ગતિને જીવ ” આવે! શબ્દપ્રયોગ શા માટે કરવામાં આવ્યે છે ?
ઉત્તર—મનુષ્ય ગતિમાંથી અથવા તિયચ ગતિમાંથી જીવ જ્યારે નરક ગતિમાં જવા લાગે છે, ત્યારે તેને નરકાયુના ઉદય થઈ જાય છે, તે આયુના ઉદય થઈ જવાથી તેને નારક કહેવાય છે.
નારકા જેવું જ કથન અસુરકુમારીમાં પણ સમજવું. એટલે કે અસુરકુમાર મરીને કાં તે પચેન્દ્રિય તિય ચામાં ઉત્પન્ન થાય છે અને કાં તે મનુચૈામાં ઉત્પન્ન થાય છે. અહીં એટલી જ વિશેષતા સમજવી કે અસુરકુમાર પૃથ્વીકાય, અસૂકાય અને વનસ્પતિકાયરૂપ ત્રણ એકેન્દ્રિય જીવેામાં પણ ઉત્પન્ન થાય છે. અસુરકુમારના જેવુ`જ કથન ૧૨ દેવદડક પદાના વિષયમાં પણ સમજવું. આ કથનના ભાવાર્થ નીચે પ્રમાણે છે-અસુરકુમાર આદિ દેશ ભવનપતિ દેવનિકાયમાં, વ્યન્તર દેવનિકાયમાં યેતિક દેવનિકાયમાં, અને પહેલા તથા ખીજા દેવલાકમાં દેવાની ગતિ (અન્ય ગતિમાંથી આગમન ) મનુષ્ય ગતિ અને તિયચ ગતિમાંથી થાય છે. વ્યન્તર દેવામાં અસ'ની પ'ચેન્દ્રિય તિય ચ ગતિમાંથી પશુ જીવે આવે છે. તથા બ્યન્તર દેવા પેાતાનું દેવસ...બધી આયુષ્ય પૂરૂ કરીને સન્ની મનુષ્ય, સ`જ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ, પૃથ્વીનીકાય, અસૂકાય અને વનસ્પતિકાયિકામાં ઉત્પન્ન થાય છે ત્રીજાયી લઈને આઠમાં દેવલાક પર્યન્તના દેવા દેવભવ સબધી આયુષ્ય પૂરૂ કરીને સ'ની મનુષ્ય અને સન્ની પ'ચેન્દ્રિય તિય 'ચામાં જ ઉત્પન્ન થાય છે, અને એ બે ગતિના જીવા જ પેાતાની ગતિ સબધી આયુષ્ય પૂરૂ કરીને તે દેવલાકામાં ઉત્પન્ન થાય છે. નવમાં દેવલેાકથી લઈને અનુત્તર વિમાન પર્યન્તના દેવો ત્યાંથી ચ્યવીને સન્ની મનુષ્યની ગતિમાં જ જાય છે અને સ'જ્ઞી મનુષ્યા જ મરીને એ દેવલેકમાં જાય છે. पुढविकाइया ઈત્યાદિ
પૃથ્વીકાયિકા દ્વિગતિક અને યાગતિક હોય છે. એટલે કે પૃથ્વીકાયિકામાં ઉત્પન્ન થતાં જીવે પૃથ્વીકાયિકામાંથી અથવા નાપૃથ્વીકાયિકામાંથી આવીને ઉત્પન્ન થાય છે. “ નાપૃથ્વીકાયિક '' પદ દ્વારા અહીં પૃથ્વીકાયિકા સિવાયના બાકીના અપૂકાયિકાને ગ્રહણ કરવામાં આવ્યા છે. નારકમાંથી આવીને-નરક ગતિને છેડીને જીવે પૃથ્વીકાયિક રૂપે ઉત્પન્ન થતાં નથી. તથા પૃથ્વીકાયને
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૧૪૪