Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
આ સમસ્ત પૂર્વોક્ત કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે-ઇન્દ્રિયો અને મનની સહાયતા વિના, માત્ર આત્માની સહાયતાથી જે નિર્મળ જ્ઞાન પ્રાપ્ત થાય છે તેને પ્રત્યક્ષ જ્ઞાન કહે છે. તે જ્ઞાનને સકલ પ્રત્યક્ષ અને વિકલ પ્રત્યક્ષના ભેદથી બે પ્રકારનું કહ્યું છે. પ્રત્યક્ષમાં આ સકલતા અને વિકલતાનું જે કથન થયું છે તે કેવળ વિષયની અપેક્ષાએ જ થયું છે. તેમાં ગુણસ્થાનવત સગી કેવલી જીવનમુક્ત જીવનું જે કેવળજ્ઞાન છે તેને સયોગી ભવસ્થ કેવળીનું કેવળજ્ઞાન કહે છે અને ચૌદમાં ગુણસ્થાનવત જીવનું જે કેવળજ્ઞાન છે તેને અગી ભવસ્થાનું કેવળજ્ઞાન કહે છે. કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ પણ જે જીવ પરમેદારિક શરીરમાં વિદ્યમાન રહે છે, એવા જીવને ભવસ્થ કેવલી કહે છે. ૧૩ માં અને ૧૪ માં ગુણસ્થાનવત જીવ જ એવાં ભવસ્થ કેવલી હઈ શકે છે. જેમના યોગ મેજુદ હોય છે એવાં કેવલીને સગી ભવસ્થ કેવલી કહે છે અને જેમના એગ મેજુદ નથી એવાં કેવલીને અયોગી ભવસ્થ કેવલી કહે છે એ બન્નેના કેવળજ્ઞાનની અપેક્ષાએ પૂર્વોક્ત રૂપે આ વિચાર કરવામાં આવ્યું છે. “ નો વઢનાળે સુવિ પૂછે ” “ને કેવળજ્ઞાન ” એટલે અહીં વિકલ પ્રત્યક્ષનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તે વિકલ્પ પ્રત્યક્ષ રૂપ ને કેવળ જ્ઞાન બે પ્રકારનું કહ્યું છે–(૧) અવધિજ્ઞાન અને (૨) મન:પર્યવજ્ઞાન. અવધિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી જે જ્ઞાન જીવમાં ઉત્પન્ન થાય છે, તે જ્ઞાનને અવધિજ્ઞાન કહે છે. અને મન:પર્યવજ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી જે જ્ઞાન ઉત્પન્ન થાય છે, તે જ્ઞાનને મનઃપર્યાવજ્ઞાન કહે છે. અવધિજ્ઞાનના પણ બે પ્રકાર કહ્યા છે-(૧) ભવપ્રત્યયિક અવધિજ્ઞાન અને (૨) ક્ષપશમિક અવધિજ્ઞાન. દેવ અને નારક જીવને ભવપ્રત્યયિક અવધિજ્ઞાન થાય છે. આ કથનનું તાત્પર્ય એ છે કે દેવપર્યાય અને નારક પર્યાયમાં ઉત્પન્ન થતાં, અવધિજ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી ઉત્પન થતું જે જ્ઞાન તે ભવપ્રયિક અવધિજ્ઞાન છે, અને મનુષ્ય અને પંચેન્દ્રિય તિર્થમાં તપસ્યા આદિના પ્રભાવથી અવધિજ્ઞાનાવરણીય કર્મને ક્ષપશમ થવાથી જે અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે તેને ક્ષાકાયિક અવધિજ્ઞાન કહે છે. મન:પર્યવજ્ઞાન પણ બે પ્રકારનું હોય છે. (૧)ઋજુમતિ અને (૨) વિપુલમતિ,
પરોક્ષજ્ઞાન પણ બે પ્રકારનું કહ્યું છે-(૧) આભિનિબંધિક અને (૨) શ્રુતજ્ઞાન. આમિનિબેધિક જ્ઞાનના પણ નીચે પ્રમાણે બે ભેદ છે–(૧) શ્રતનિશ્ચિત અને (૨) અશ્રતનિશ્રિત. શ્રતનિશ્ચિત આભિનિબેધિક જ્ઞાન પણ બે પ્રકારનું કહ્યું છે–(૧) અર્થાવગ્રહ રૂપ અને (૨) વ્યંજનાવગ્રહ રૂપ. અકૃતનિશ્ચિત આભિનિબેધિક જ્ઞાનના પણ નીચે પ્રમાણે બે પ્રકાર છે-(૧) અર્થાવગ્રહરૂપ અને (૨) વ્યંજનાવગ્રહરૂપ.
શ્રુતજ્ઞાનના પણ બે પ્રકાર કહ્યા છે-(૧) અંગપ્રવિષ્ટ અને (૨) અંગબાહ્ય. અંગબાહા શ્રુતજ્ઞાનના પણ બે ભેદ છે-(૧) આવશ્યક અને આવશ્યક વ્યતિરિક્ત. આવશ્યકતિરિક્ત અંગબાહ્ય શ્રુતજ્ઞાનના પણ નીચે પ્રમાણે બે ભેદ કહ્યા છે. (૧) કાલિક અને ઉત્કાલિક.
નન્દીસૂત્રની જ્ઞાનચન્દ્રિકા નામની ટીકામાં જ્ઞાનનું વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે. તે જિજ્ઞાસુઓએ આ વિષયની વધુ માહિતી ત્યાંથી મેળવી લેવી. એ સૂત્ર ૧૫ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૧ ૨૮